સત્રના છેલ્લા દિવસે વિધાનસભાની YouTube ચેનલનો પ્રારંભ, પણ જીવંત પ્રસારણ નહીં થાય


  • Published By :
  • Published Date : 2023-03-29 14:17:39

છેલ્લા ઘણા વર્ષોથી જેની માગ થઈ રહી હતી તે માંગણી સરકારે આખરે પરીપૂર્ણ કરી છે. ગુજરાત વિધાનસભાની YouTube ચેનલનો CM ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે શુભારંભ કરાવામાં આવ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ ટ્યુબ ચેનલની શરૂઆત કરાવી છે. ગુજરાત વિધાનસભાએ  લોકોનાં પ્રશ્નોની રજુઆત માટેનું સત્તાવાર સ્થાન છે. ગુજરાત વિધાનસભામાં થતી પ્રશ્નોત્તરી, પસાર થતા ખરડા, બાબતોની કાર્યપ્રણાલીનીથી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે.


લાંબા સમયથી થઈ રહી હતી માગ


વિધાનસભાની આ  YouTube ચેનલની જાગૃત નાગરિકો દ્વારા ઘણા લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી. આ ચેનલના માધ્યમ થકી વિધાનસભામાં તમામ ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નો, મંત્રીઓએ આપેલા જવાબો, ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર થતી ચર્ચા વગેરે તેમાં દર્શાવાશે. વિધાનસભાએ પોતાની વેબસાઈટ પર ગૃહની કાર્યવાહી સંદર્ભના દસ્તાવેજો નિયમિત મુકાશે, વિધાનસભા સંકુલમાં થતાં કાર્યક્રમની વિડીયો ક્લિપ્સ પણ અપલોડ કરવામાં આવશે.યુ-ટ્યુબ ચેનલ પર તમામ મંત્રી અને ધારાસભ્યોના નિવેદનો મુકવામાં આવશે. જો કે રેકોર્ડ પરથી દૂર કરાયેલા શબ્દો તેમજ વિવાદિત નિવેદનોને યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં નહીં આવે. 


જીવંત પ્રસારણ નહીં થાય


છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાનું લોકસભા અને રાજ્યસભાની જેમ જીવંત પ્રસારણ કરવાની રજૂઆત કરવામાં આવી રહી છે. જો કે હાલ જીવંત પ્રસારણ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ હવે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોએ ગૃહમાં આપેલ નિવેદન સોશિયલ મીડિયા પર જોઈ શકાશે.ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે લોગો વિધાનસભા સંકુલમાં થયેલા કાર્યક્રમની વિડીયો ક્લીપમાં હશે. વિધાનસભાની આ  YouTube ચેનલની લિંકઃhttps://www.youtube.com/channel/UC7dYsKJCzVvzExj6jThVp6A છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે