ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે. 24 ફેબ્રુ.એ નાણામંત્રી બજેટ રજુ કરશે


  • Published By :
  • Published Date : 2023-01-24 15:29:34

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બજેટ સત્રની માહિતી આપતા કહ્યું કે, 25 દિવસ ચાલનારા આ સત્ર દરમિયાન 24 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે, જ્યારે બજેટ પર ચર્ચા અને મતદાન માટે 16 બેઠકો યોજાશે. સરકારી કામકાજ માટે પાંચ બેઠકો મળશે. બજેટ સત્રમાં રોજ પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી રહેશે.


રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કરશે સંબોધન


વિધાનસભાના આ બજેટ સત્રના પ્રારંભે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત  વિધાનસભા ગૃહને સંબોધન કરશે. ત્યાર બાદવિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.આ બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે.


નાણા મંત્રી કનુ દેસાઇ બજેટ રજૂ કરશે 


રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ 15મી વિધાનસભાનું પહેલું બજેટ રજૂ કરશે. આગામી 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં નાણાંપ્રધાન તરીકે ફરીથી કનુભાઈ દેસાઈએ જવાબદારી સંભાળી છે. કનુભાઈ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલની પહેલી નાણાપ્રધાન તરીકે નાણાકીય વર્ષ 2022-23 નું બજેટ રજૂ કર્યું હતું. તેઓ આ વખતે હવે ફરીથી એટલે કે બીજી વખત  બજેટ રજૂ કરશે. કનુભાઈ દેસાઇ 15મી વિધાનસભાનું પહેલું બજેટ રજૂ કરશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે