ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કોંગ્રેસ 65 બેઠક જીતશે: અર્જુન મોઢવાડિયા


  • Published By :
  • Published Date : 2022-12-02 21:22:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂરૂ થયા બાદ રાજ્યની તમામ પાર્ટીઓના નેતાઓ સૌથી વધુ સીટનો દાવાઓ કરી રહ્યા છે. રાજ્યમાં પહેલા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીઓ 89 બેઠકોના મતદાનમાં 55 સીટ જીતવાનો દાવો કર્યો છે. જ્યારે વિપક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડીયાએ પણ કોંગ્રેસ પાર્ટી પહેલા ફેઝમાં 65 બેઠક જીતશે એવો દાવો કર્યો છે. 


કોંગ્રેસ સરકાર બનાવશે-પવન ખેરા


આજે અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફર્ન્સમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ રાજ્યમાં પ્રથમ તબક્કાની 89 સીટમાંથી 55 બેઠક જીતવાનો દાવો કર્યો હતો છે, વળી તેમણે રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવો પણ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે કેબિનેટમાં કયા ચહેરા હશે તેના પરની પણ કવાયત શરુ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડીયાએ પણ કોંગ્રેસ પાર્ટી પહેલા ફેઝમાં 65 બેઠક જીતશે એવો દાવો કર્યો છે. 


ભાજપના બળવાખોરોથી કોંગ્રેસને ફાયદો


ભાજપે ટિકિટોની વહેંચણી ખોટી રીતે કરતા પાર્ટીમાં મોટા પ્રમાણમાં અસંતોષ છે, અને તેના કારણે જ પાર્ટીમાં બળવાખોરી જોવા મળી છે. ભાજપના બળવાખોરોએ ચૂંટણીમાં ઝંપલાવતા તેનો ફાયદો અંતે કોંગ્રેસને થયો છે.  ભાજપના બળવાખોરોએ જ જેમની ટિકિટ કપાતા કોંગ્રેસની તરફેણમાં મત અપાવ્યા છે. આ કારણથી કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બનશે તે નક્કી છે. તેવો દાવો કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ તો પત્રકારો સમક્ષ કર્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે