કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ઉપર શાહી ફેંકવાનો પ્રયત્ન, યુવકની અટકાયત કરાઈ


  • Published By :
  • Published Date : 2022-11-06 17:06:04


ગુજરાત વિધાન સભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષોના નેતાઓ એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. પાર્ટી નેતાઓના આરોપ-પ્રત્યારોપના કારણે રાજકારણ ગરમાયું છે. આજે કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકી પર કાળા રંગનું લિક્વીડ નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે આ કૃત્ય કરનાર યુવકની અટકાયત કરી લીધી છે. 


ભરતસિંહ સોલંકી પર કોણે શાહી ફેંકી?


ગુજરાત કોંગ્રેસનાં અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે બપોરના સમયે શાહી ફેંકવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ભરતસિંહ સોલંકી ગુજરાત સરકાર સામે સત્તાવાર આંકડાના આધારે તોહમતનામું રજૂ કરી રહ્યા હતા. એલિસબ્રિજ વિધાનસભાની ટિકિટ માટે દાવેદારી કરનારા રશ્મિકાંત સુથારના પુત્ર રોમીલ સુથારે ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો,  આ ઘટના બાદ તેની અટકાયત કરવામાં આવી હતી.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે