મોરબીમાં ભાજપની સેન્સ પ્રક્રિયા, કાર્યાલય પર દાવેદારો અને સમર્થકોના ટોળા ઉમટ્યા


  • Published By :
  • Published Date : 2022-10-28 20:25:29


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ભાજપના નિરિક્ષકો તમામ 182 બેઠકો  પર સેન્સ લઈ રહ્યા છે. જો કે આ સેન્સ પ્રક્રિયાના કારણે ભાજપની મુશ્કેલી વધી છે. સેન્સ પ્રક્રિયાના કારણે ભાજપનો આતરિક કલહ સપાટી પર આવ્યો છે. ભાજપની આ સેન્સ પ્રક્રિયા ખરેખર તો નોનસેન્સ સાબિત થઈ રહી છે.

મોરબીની માળીયા વિધાનસભા બેઠકને લઈ આંતરકલહ


આજે મોરબીની માળીયા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથમાં લેવાઈ છે ત્યારે કાર્યાલય પર દાવેદારો અને તેમના સમર્થકોના ટોળે ટોળા ધસી આવ્યા હતા. અહીં હાલની સ્થિતિએ માળીયા બેઠક ઉપર 15 ભાજપ અગ્રણીઓએ દાવેદારી નોંધાવી છે. 


ભાજપના આ 15 ટિકિટવાંચ્છુંઓ કોણ છે?


મોરબીમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપમાંથી કોને ટિકિટ આપવી તે માટે ઉમેદવારોની શોધ શરૂ કરવામાં આવશે. મોરબીની માળીયા બેઠક માટે મૂરતિયાઓ તેમના સમર્થકો સાથે કાર્યાલય પર પહોંચી ગયા હતા. ટેકેદારોની હાજરી ટોળામાં પરિવર્તિત થઈ ગઈ હતી. અહીં ટિકિટ માટે દાવેદારી નોંધાવનારાઓમાં મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સિરામિક અગ્રણી મુકેશ કુંડારિયા, મુકેશ ઉધરેજા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજી ગડારા, જિજ્ઞેશ કૈલા સહિત 15 દાવેદારોનો સમાવેશ થાય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે