નારાજ ખેડૂતોને રિઝવવા ભાજપ રાજ્યના 14200 ગામમાં યોજશે કિસાન પંચાયત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 17:24:26

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યનાં ખેડૂતો કિસાન સંઘના નેજા હેઠળ આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં ખેડૂતોએ ટ્રેક્ટરો સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વળી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને આકર્ષવા માટે માટે કરવામાં આવતા પ્રયાસોને ગંભીરતાથી પણ ભાજપનું ટોચનું નેતૃત્વ ખુબ ચિતિંત છે,  જો કે હવે ખેડૂતોના રોષને ઓછો કરવા માટે ભાજપ પ્રયાસોમાં લાગ્યું છે. 


ભાજપ શરૂ કરશે નમો કિસાન પંચાયત અભિયાન 


ભારતીય જનતા પાર્ટી દ્વારા નમો કિસાન પંચાયત અભિયાન હાથ ધરવામાં આવશે. રાજ્યની 143 વિધાનસભા બેઠકના 14200 જેટલા ગામડાઓમાં આ પંચાયતનું આયોજન કરવામાં આવશે અને ખેડૂતો સાથે ચર્ચા કરાશે અને નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના ખેડૂતો માટે કરેલા કામો અને વડાપ્રઘાન બન્યા પછી સતત ખેડૂતોના હિત માટે કરેલા જુદા-જુદા કામોને રાજ્યના વિવિધ ગામડામાં કિસાન મોરચાના કાર્યકરો માહિતી આપશે.


જે.પી.નડ્ડા ઈ –બાઇકને ફ્લેગ ઓફ કરાવશે


ભાજપે પણ ખેડૂતોને પક્ષ તરફી કરવા માટે આ અભિયાન હાથ ધર્યું છે. નમો કિસાન પંચાયત થકી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ ખેડૂત લક્ષી યોજના અને કાર્યો અંગે ઈ –બાઇક મારફતે ખેડૂતોને માહિતી આપશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 20 સપ્ટેમ્બરના રોજ નમો કિસાન પંચાયત કાર્યક્રમનો પ્રારંભ કરાવી ઈ –બાઇકને ફ્લેગ ઓફ કરાવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે