ગુજરાત કોંગ્રેસ 8 નવેમ્બરે ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરશે: અશોક ગેહલોત


  • Published By :
  • Published Date : 2022-10-30 16:00:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગેસના નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસાના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત બનાસકાંઠાના અમીરગઢની મુલાકાતે પહોંચ્યા હતા. અશોક ગેહલોતે આ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ એક પ્રેસ કોંન્ફ્રન્સને સંબોધી હતી.  



કોંગ્રેસ 8 તારીખે કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરશે


અમીરગઢમાં અશોક ગહેલોતે કોંગ્રેસના ચૂંટણી મેનિફેસ્ટોને લઈ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાત વિધાન સભા ચૂંટણીનો મેનિફેસ્ટો 8 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. અશોક ગેહલોતે જણાવ્યું કે જો આ વખતે કોંગ્રેસની સરકાર બનશે તો રાજસ્થાન જેવી યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસ 500 રૂપિયામાં ગેસનો બાટલો આપશે અને  તમામ લોકોનો ઈલાજ ફ્રી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અશોક ગેહલોતની સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતા. રાજસ્થાનમાં સરકારી કર્મચારીઓની જેમ ગુજરાતનાં સરકારી કર્મચારીઓને પણ જુની પેન્સન યોજનાનો લાભ આપવામાં આવશે તેવું વચન આપ્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે