કોંગ્રેસ પ્રમુખની સભામાં ભીડ એકઠી કરવા માટે લોકોને વહેંચવામાં આવી રૂ. 2 હજારની નોટો


  • Published By :
  • Published Date : 2022-12-02 20:13:37

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. લોકોને રિઝવવા માટે નેતાઓ આખરી દાવ અજમાવી રહ્યા છે. જેમ કે કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવા માટે પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ભિલોડા પહોંચ્યા હતા. જો કે ભિલોડા ખાતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભામાં ભીડ ભેગી કરવા માટે લોકોને રૂપિયા અપાતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે.


કોંગ્રેસે બતાવ્યો મની પાવર


કોંગ્રેસ પ્રમુખની સભામાં ભીડ એકઠી કરવા માટે પાર્ટીના કાર્યકરો લોકોને રૂપિયા વહેંચી રહ્યા હોય તેવું વિડીયોમાં જોવા મળે છે. કોંગ્રેસનો ખેસ પહેરેલા કાર્યકરો એક પછી એક ગાડીની પાસે જઈને રૂપિયા વહેંચતા હતા. બે હજારની નોટ લેવા માટે વાહન ચાલકોએ રીતસર તેમના વાહનોની લાઈનો લગાવી છે.આ તમામ વાહનો ભિલોડા-શામળાજી માર્ગ પર એક કતારમાં ઉભા રહી ગયા હતા. વળી રૂપિયા આપ્યા પછી કોંગ્રેસનો ખેસ પહેરેલી એક વ્યક્તિ લિસ્ટમાં નામ ખરાઈ કરતી નજરે પડી હતી. એવું માનવામાં આવે છે કે જેને જેને રૂપિયા મળી ગયા હોય તેના નામ સામે એ વ્યક્તિ ટિક માર્ક કરતી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે