જીતની બાજી હારમાં પલટી નાખવા સક્ષમ બળવાખોરોએ ભાજપ-કોંગ્રેસ-AAPની ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2022-11-17 20:50:20


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ હતો. જો કે આ દિવસ ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો ઉપરાંત આ ત્રણેય પાર્ટીઓના બળવાખોરો પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેમની પાર્ટીઓ ટિકિટ ન આપતા આ ઉમેદવારોએ પાર્ટી સામે ખુલ્લો બળવો કર્યો છે. બળવાખોરોથી ભાજપ અને કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે. ભાજપના સૌથી વધુ ઉમેદવારો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ તમામ બળવાખોરો રાજકીય પક્ષો માટે માથાનો દુખાવો બન્યા છે. 



ભાજપ-કોંગ્રેસ-AAPના બળવાખોર ઉમેદવારો


માવજીભાઈ દેસાઈ-ધાનેરા-ભાજપ

હર્ષદ વસાવા-નાંદોદ-ભાજપ 

શબ્દશરણ તડવી-નાંદોદ-ભાજપ
જયપ્રકાશ પટેલ-લુણાવાડા-ભાજપ
સી.ડી. પટેલ-લુણાવાડા-ભાજપ
એસ.એમ. ખાંટ-લુણાવાડા-ભાજપ
નિરંજન પટેલ-પેટલાદ-ભાજપ
રામસિંહ ઠાકોર-ખેરાલુ-ભાજપ
ધવલસિંહ- બાયડ-ભાજપ
મધુ શ્રીવાસ્તવ-વાઘોડિયા-ભાજપ
અરવિંદ લાડાણી-કેશોદ-ભાજપ
દીનું મામા-પાદરા -ભાજપ
ભાવેશ પટેલ -બહુચરાજી-કોંગ્રેસ 
પી કે ચૌહાણ- શહેરા-કોંગ્રેસ 
કાંધલ જાડેજા-કુતિયાણા-NCP
સૂર્યસિંહ ડાભી- ગાંધીનગર ઉત્તર-AAP



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે