દાનો પ્રતિસ્પર્ધી: આક્ષેપ-પ્રતિઆક્ષેપના માહોલ વચ્ચે વિક્રમ માડમે તેમના હરીફ ઈસુદાનની કરી પ્રશંસા


  • Published By :
  • Published Date : 2022-11-15 21:07:51

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારો જોરસોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વિવિધ પાર્ટીઓના આ ઉમેદવારો આ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થાય તે સ્વાભાવિક છે. જો કે જામખંભાળીયા વિધાનસભા સીટમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે એક જાહેર મંચ પરથી તેમના પ્રતિસ્પર્ધી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈસુદાન ગઢવીની ભરપુર પ્રશંસા કરી હતી. 


વિક્રમ માડમે તેમના હરિફ ઈસુદાન ગઢવી માટે શું કહ્યું?


વિક્રમ માડમે તેમના હરિફ ઈસુદાન ગઢવીના ભારોભાર વખાણ કરતા કહ્યું કે '' ભાજપે ઈસુદાન પર ખોટા આક્ષેપો કર્યા છે, ગઢવીનો દીકરો કર્યારેય કોઈ બહેન-દીકરીની આબરૂ લૂંટવા ન જાય, ઈસુદાન મારો હરીફ ઉમેદવાર છે, પરંતુ લોકો ઈસુદાનને મત આપીને જિતાડશે તો તેને ખભે બેસાડીને આપણે તેને અભિનંદન પાઠવીશું. મત કોને આપવો એ જનતાનો અધિકાર છે. ગઢવીનો દીકરો ભાજપના કાર્યાલયમાં 100 લોકોને લઈને જાય, તેના પર એવો આક્ષેપ કરે કે મા-બહેનની ઈજ્જત લૂંટવા ગયો હતો? અરે... શરમની વાત છે. ગઢવીનો દીકરો કોઈ દિવસ કોઈ મા-બહેન, દીકરીની આબરૂ લૂંટવા ન જાય. જોકે ઇસુદાન ભાજપ કાર્યાલયમાં તોડફોડ કરવા આવ્યો હતો એવો કેસ કર્યો હોત તો મને વાંધો નહોતો, પણ આ ખોટી વાત છે.'' 


જામખંભાળીયા બેઠક પર ત્રિપાંખિયો જંગ


જામખંભાળિયામાં આ વખતે ત્રણેય બળીયા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસે સીટિંગ ધારાસભ્ય વિક્રમ માડમને ફરી ટિકિટ આપી છે. જ્યારે ભાજપે પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીપદના દાવેદાર ઈસુદાન ગઢવીને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે