ધારાસભ્ય બનવાની હોડ, પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 1362 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં


  • Published By :
  • Published Date : 2022-11-15 15:12:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પક્ષોએ ચૂંટણીના પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થશે. ત્યારે પહેલા તબક્કાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર હતી. હવે ચૂંટણી પંચે જાહેર થયેલા આકડાં પ્રમાણે આ તબક્કામાં  કુલ 1,362 ફોર્મ ભરાયા છે. જ્યારે બીજા તબક્કા માટે અત્યાર સુધીમાં 95 ફોર્મ ભરવામાં આવ્યા છે.


પ્રથમ તબક્કામાં ક્યાં યોજાશે ચૂંટણી


રાજ્યમાં પ્રથમ તબક્કામાં 89 સીટ પર ચૂંટણી યોજાવાની છે. જેમાં સૌરાષ્ટ્ર  અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર હતી. જ્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે. આજથી ફોર્મ ચકાસણીની શરૂઆત કરવામાં આવશે.


મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં


વિધાનસભાની ચૂંટણીમાં બેઠક દીઠ 10થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા છે.  તેનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટી,ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉપરાંત 7 ફોર્મ અપક્ષ ઉમેદવારોએ પણ ભર્યા છે. આ વખતે અપક્ષ ઉમેદવારો પણ મોટા પ્રમાણમાં છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે