ચૂંટણીનાં ગરમ માહોલ વચ્ચે પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે કરી ચાય પે ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-11-29 13:34:04

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ હોવાથી રાજકીય નેતાઓએ ચૂંટણી પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. આજે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જશે. કોંગ્રેસના અમરેલી સીટ પરના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ તેમના મત વિસ્તારમાં પ્રચાર કરવા નિકળ્યા ત્યારે ભાજપના કાર્યાલયની મુલાકાત લીધી હતી. પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓ સાથે ચાની ચૂસકી લીધી ત્યારે સુખદ આશ્ચર્ય થયું હતું.


ભાજપના નેતાઓ સાથે ચાય પે ચર્ચા


કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી તેમના સમર્થકો સાથે ભાજપ કાર્યાલય પહોચ્યા અને તેમણે ભાજપના દિગ્ગજ નેતાઓ દિલીપ સંઘાણી, પરશોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે ચાની ચૂસકી લીધી હતી. પરેશ ધાનાણી સાથે તેમના  નાના ભાઈ શરદ ધાનાણી પણ હતા. પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી આશીર્વાદ પણ મેળવ્યા હતા. તેમની મુલાકાતને લઈ પરેશ ધાનાણીએ કહ્યું કે, 'જે કાર્યકરો તનથી ભાજપ કાર્યાલયમાં છે અને મનથી કોંગ્રેસમાં છે તે મને આશીર્વાદ આપે.' પરેશ ધાનાણીએ અડધો કલાક સુધી ભાજપના નેતાઓ સાથે ચાય પે ચર્ચા કરી હતી.


અમરેલી સીટ પર ત્રિપાંખિયો જંગ


અમરેલી પર આ વખતે અહીં ત્રિપાંખિયો જંગ છે. ભાજપમાંથી કૌશિક વેકરિયા, કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી અને આમ આદમી પાર્ટીમાંથી રવિ ધાનાણી વચ્ચે જંગ છે. જો કે આ સીટ પરેશ ધાનાણીનો ગઢ રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે