શંકરસિંહ વાઘેલાની જીભ લપસી, બાપુએ કોંગ્રેસના બદલે કમળને મત આપવાની કરી અપીલ


  • Published By :
  • Published Date : 2022-12-02 18:42:03

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કાના વોટિંગ પહેલા કોંગ્રેસ પાર્ટી એક્ટિવ થઈ ચૂકી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બાયડથી ચૂંટણી લડી રહેલા તેમના પુત્ર અને કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર સિંહ વાઘેલા માટે પ્રચાર કર્યો હતો. આ દરમિયાન જીભ બાપુની લપસી ગઈ હતી.


બાપુએ શું બફાટ કર્યો?


શંકરસિંહ બાપુએ બાયડમાં મીડિયા સાથે ચર્ચા કરતા ભાંગરો વાંટ્યો હતો. બાપુએ કોંગ્રેસ માટે મત માગવાની જગ્યાએ ભૂલથી ભાજપનો પ્રચાર કરી દીધો હતો તેમણે કહ્યું કે કમળ પર મતદાન આપીએ, જો કે શંકરસિંહે સમયસૂચકતા દાખવીને પોતાની વાત બદલી નાખી અને કહ્યું હતું કે ભાજપને જાકારો આપીને કોંગ્રેસના ઉમેદવારોને વીજયી બનાવે જનતા એવો સંદેશ આપું છું. બાપુના ક્લિપ હાલ ખુબ વાઈરલ થઈ રહી છે.


શંકરસિંહે ભાજપ પર કર્યા પ્રહાર


શંકરસિંહ વાઘેલાએ રેલીમાં કહ્યું કે કોંગ્રેસને હવે એક તક જનતા આપે. કામ ન ગમે તો પાર્ટીને સત્તા પરથી દૂર કરી દેજો. પરંતુ છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. બેરોજગારી, મોંઘવારી પેન્શનનો મુદ્દે તથા પેપર લિક કૌભાંડ વિશે જનતા જાણે છે. પ્રથમ ચરણમાં મતદાનમાં નીરસતા જોવા મળી છે. ગુજરાતની જનતાને ભાજપથી નફરત છે, આ સરકાર માટે હરખાવા જેવું નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે