પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓ નાગરિત્વ મેળવ્યા બાદ પ્રથમ વખત મતદાન કરશે


  • Published By :
  • Published Date : 2022-11-27 14:02:40

ગુજરાત વિધાનસભાની  ચૂંટણીમાં પાકિસ્તાની મૂળના હિંદુઓ પણ પ્રથમ વખત મતદાન કરશે. રાજકોટ જિલ્લામાં નિવાસ કરતા આ પાકિસ્તાની હિંદુઓને ભારતનુ નાગરિત્વ મળ્યા પછી તેઓ હવે મતદાન કરવાને હક્કદાર બન્યા છે. પાકિસ્તાનમાંથી ગુજરાતમાં આવેલા કુલ 135 સ્થળાંતર કરનારાઓ રાજકોટ જિલ્લામાં આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે.


નાગરિત્વ મળતા ખુશ


આ પાકિસ્તાની હિંદુઓએ નાગરિત્વ મળ્યા બાદ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ખુબ ખુશ છે, કે તેઓ હવે તેમનું પાકિસ્તાની શરણાર્થી જીવન છોડી શકે છે અને હવે તેઓ 'પાકિસ્તાની' કહેવાશે નહીં.


ચૂંટણી કાર્ડ બન્યું વાસ્તવિક ઓળખ 


આ પાકિસ્તાની હિંદુઓમાંથી મોટા ભાગના લોકો રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહે છે.  ભારતીય નાગરિકતા મેળવનાર હિંદુઓએ કહ્યું, “ચૂંટણી કાર્ડ હવે અમારી વાસ્તવિક ઓળખ છે."



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે