ભાજપને ઝટકો, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી લડલાનો નિર્ધાર વ્યક્ત કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-10 20:19:24

ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થયા બાદ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. ભાજપે 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ વખતે ભાજપે 84 જેટલા નેતાઓને કદ પ્રમાણે વેતરી નાંખ્યા છે, જેમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો પણ સમાવેશ થાય છે. 


મધુ શ્રી વાસ્તવના બદલાયા સુર


છેલ્લા 6 ટર્મથી ભાજપનો ગઢ ગણાતી વાઘોડિયા બેઠક પરથી પણ ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી અશ્વિન પટેલને મેદાને ઉતાર્યા છે. તેવામાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ જતા તેમણે ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, પાર્ટી નિર્ણય નહીં બદલે તો અપક્ષ કે અન્ય પક્ષમાંથી ચૂંટણી લડીશ. 


ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો 


મધુ શ્રીવાસ્તવે ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કરતા કહ્યું કે હું અપક્ષ તરીકે ચૂંટણી લડ્યો ત્યારે 10,000 થી વધુ મતથી જીત્યો હતો. એ જ રેકોર્ડથી હું જીતીને બતાવીશ. લોકોના પ્રશ્નો જે કાંઈ બાકી છે તે પૂર્ણ કરવાના છે. કાર્યકર્તા કહે તે કરીશ. હું લોકોના કામ કરતો આવ્યો છું અને હજુ ક્ષમતા છે. કાર્યકર્તા મને ટિકિટ ના મળતા નારાજ છે. મારે એટલે ચૂંટણી લડવી પડશે. જીતવાનું નક્કી જ છે. તેમણે કહ્યું કે, પાર્ટી નિર્ણય નહીં બદલે તો અપક્ષ કે અન્ય પક્ષમાંથી લડીશ. ચૂંટણી લડવાનું નક્કી નક્કી અને નક્કી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે