ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે? અટકળોનું બજાર ગરમાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:28:57

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની રાજકીય નેતાઓથી માંડીને સામાન્ય જનતા પણ કાગડોળે રાહ જોઈ રહી છે. આજે ચૂંટણી જાહેર થશે તેવું માનવામાં આવી રહ્યું હતું. જો કે ચૂંટણી પંચે હાલ માત્ર હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જ જાહેરાત કરી છે. હવે રાજ્યમાં ક્યારે ચૂંટણી યોજાશે તેને લઈને લોકો અટકળો લગાવવા લાગ્યા છે. દરેક વ્યક્તિ પોતાનું ગણિત, અનુમાન અને લેખાજોખા રજુ કરવામાં વ્યસ્ત બન્યો છે. આમ રાજ્યમાં હાલ અટકળોનું બજાર ગરમ છે.


2017ની ચૂંટણી 25 ઓક્ટોબરે જાહેર થઇ હતી


ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી 25 ઓક્ટોબર 2017ના રોજ જાહેર થઈ હતી. જેમાં પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠક માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં 14મી ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠક માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું.


વિધાનસભાની ચૂંટણી ખરેખર ક્યારે યોજાશે?


આજે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં 12 નવેમ્બરે ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરી છે. હવે જોવાની વાત એ છે કે ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશની સાથે-સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પણ 8 ડિસેમ્બરે  યોજવાનું છે. તો સવાલ એ થાય કે ગુજરાતમાં ચૂંટણી ક્યારે યોજાશે? એક સામાન્ય અનુમાન એ છે કે આ વખતે જો બે તબક્કામાં મતદાન થશે તો વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના અંત અને ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં સમાપ્ત થાય તેવું માનવામાં આવે  છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે