ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે જાહેર કર્યા સ્ટાર પ્રચારકો, જુઓ યાદી


  • Published By :
  • Published Date : 2022-11-15 15:57:35

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ત્રણેય પાર્ટીઓ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જબરદસ્ત ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. આજે કોંગ્રેસે પણ તેના સ્ટાર પ્રચારકોની એક યાદી જાહેર કરી છે. પ્રજાને રિઝવવા માટે કોંગ્રેસ પાર્ટીના આ સ્ટાર પ્રચારકો રાજ્યના વિવિધ ભાગોમાં ચૂંટણી અભિયાન ચલાવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેમ્પેન કમિટીના ચેરપર્સન બન્યાં છે.

કોણ છે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો?

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેમ્પેન કમિટીના ચેર પર્સન બન્યાં છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની વાત કરીએ તો પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરશે. તે ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, મધ્યપ્રદેશના બે પૂર્વ મુખ્યમંત્રીઓ દિગ્વિજય સિંહ અને કમલનાથ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડા,અશોક ચવાણ, તારીક અનવર, બી.કે હરિપ્રસાદ, મોહન પ્રકાશ, શક્તિસિંહ ગોહિલ, રઘુ શર્મા, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, સચિન પાયલટ પણ સભાઓ ગજવશે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.