ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 15 ફેબ્રુઆરી બાદ યોજાશે, કનુ દેસાઈ બજેટ રજૂ કરશે


  • Published By :
  • Published Date : 2023-01-11 14:43:34

વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપને મળેલા પ્રચંડ વિજય બાદ વિધાનસભાના અધ્યક્ષની વરણી માટે માત્રે એક દિવસનું સત્ર 20 ડિસેમ્બરે મળ્યું હતું. એક દિવસીય સત્ર દરમિયાન 2 બેઠકો મળી હતી. પ્રથમ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાઈ હતી ત્યાર બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભામાં સંબોધન કર્યું હતું. બીજી બેઠકમાં રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થઈ હતી. જે બાદ વિધાનસભામાં ઈમ્પેક્ટ ફીનું બીલ પણ રજૂ કરવામાં આવ્યું હતું..


બજેટ 
સત્ર 15  ફેબ્રુઆરી બાદ મળશે 


રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 બન્યા પછી 15 ફેબ્રુઆરી બાદ વિધાનસભાનું બજેટ સત્ર થશે શરૂ થશે. નવી સરકારનું પ્રથમ બજેટ સત્ર માર્ચ મહિનાના અંત સુધી ચાલશે. 15 ફેબ્રુઆરી બાદ વિધાનસભામા બજેટ સત્રનો આરંભ થશે અને 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઇ દેસાઇ સતત બીજી વખત બજેટ રજૂ કરશે. બજેટ સત્રમાં રાજ્યપાલના સંબોધન સંદર્ભે  સિનિયર મંત્રીઓની કમિટી રચવામાં આવશે. નાણા મંત્રી તરીકે કનુ દેસાઈ સતત બીજી વખત બજેટ રજૂ કરશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર નવા કાયદા રજૂ થશે જ્યારે જૂના કાયદામાં સુધારા કરશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે