ગુજરાત કોંગ્રેસે ચૂંટણીના 8 વચનોમાં આપ્યું ગાંધીજીને સ્થાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 16:06:29

ગુજરાતમાં થોડા સમય બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહ્યા છે. ભાજપ, આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસ પણ ચૂંટણી પ્રચાર કરતા નજરે પડ્યું છે. કોંગ્રેસ દ્વારા ગુજરાત ચૂંટણીને અનુલક્ષીને 8 વચનો આપવામાં આવ્યા છે. લોકો સુધી 8 વચનો પહોંચાડવા મારૂ બૂથ મારૂ ગૌરવ અભિયાન અંતર્ગત પત્રક વહેંચી લોકો સુધી તેમના વચનો પહોંચાડવામાં આવશે. કોંગ્રેસે ગાંધી જયંતીનો લાભ લીધો છે. ગાંધીની વિચારધારા જોડે પોતાની વિચારધારાને જોડી લોકો સુધી પહોંચવાની કોશિશ કોંગ્રેસ કરી રહ્યું છે.  

ટ્વિટર પર ચાલતી 'ગાંધી બાપુના વિચાર એ જ કોંગ્રેસનું વચન' મુહિમ

મતદારો સુધી પહોંચવા ગુજરાત કોંગ્રેસ પણ સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યું છે. ટ્વિટર પર કોંગ્રેસ ગાંધી બાપુના વિચાર એ જ કોંગ્રેસનું વચન મુહિમ ચલાવી રહી છે. પોતાના 8 વચનોને ગાંધી બાપુની વિચારધારા જોડે જોડી લોકોને આકર્ષવા માગે છે.  

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે