Gujarat : Congress બાકી રહેલી Loksabha Seat માટે આજે જાહેર કરી શકે છે ઉમેદવાર.. ઉમેદવારને લઈ બનેલા સસ્પેન્સનો આવશે અંત!


  • Published By :
  • Published Date : 2024-04-11 13:12:13

જ્યારથી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થયું ત્યારથી ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેલી હતી. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે ભાજપમાં ઉમેદવારને લઈ સસ્પેન્સ હોય છે. ભાજપ કોને ટિકીટ આપશે તે સરપ્રાઈઝ હોય છે પરંતુ આ વખતે કંઈ અલગ થયું. ભાજપે ઘણા સમય પહેલા ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી પરંતુ કોંગ્રેસે હજી સુધી ચાર બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ત્યારે આજે ગમે ત્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારના નામની ઘોષણા કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. બે સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. 



કોંગ્રેસ ચાર બેઠકો માટે ઉમેદવાર કરી શકે છે જાહેર 

ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારથી ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી વિરોધ થઈ રહ્યો છે અનેક બેઠકો પર. ભાજપના કાર્યકર્તાઓ જાણે ઉમેદવારથી નારાજ હોય તેવા દ્રશ્યો પણ અનેક વખત સામે આવ્યા છે. બે બેઠકો પર તો ભાજપે ઉમેદવાર બદલ્યા. પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ આજે બાકી રહેલી ચાર લોકસભા બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. 


પાંચ વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ જાહેર કરાશે ઉમેદવાર  

રાજકોટ, અમદાવાદ પૂર્વ, નવસારી અને મહેસાણા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત આજે કરવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. ના માત્ર ચાર લોકસભા બેઠક પર પરંતુ પાંચ વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે. એવી માહિતી સામે આવી છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવશે... ત્યારે કોંગ્રેસ કોને ચૂંટણી મેદાનમાં ઉતારે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. મહત્વનું છે કે વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત તેમજ વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે