ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકારને મોંઘવારી, પેપરલીક સહિતના મુદ્દાઓને લઈ ઘેરી!, જગદીશ ઠાકોર સહિત અનેક નેતાઓ હતા હાજર


  • Published By :
  • Published Date : 2023-03-13 17:20:15

વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. ત્યારે કોંગ્રેસે અનેક મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. હાથ સે હાથ જોડો અભિયાન અંતર્ગત કોંગ્રેસે અનેક મુદ્દાઓ જેમ કે વધતી મોંઘવારી, સરકારી ભરતીનું કૌભાંડ, સરકારી ભરતીના પેપર લીકને લઈ વિરોધ દર્શાવ્યો હતો. જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા, તે ઉપરાંત અનેક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

  

વિવિધ મુદ્દાઓને લઈ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ 

દિવસેને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા પેપરલીક થયું હતું જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત બેરોજગારીનું સ્તર પણ સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે વિધાનસભામાં આવા અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. માવઠાને કારણે પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે થયેલા પાકને નુકસાન થયું છે. ત્યારે કોંગ્રેસે હાથ સે હાથ જોડો અભિયાન અંતર્ગત રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો. 


સોશિયલ મીડિયા પર ફોટો કર્યા શેર 

કોંગ્રેસના ટ્વિટર અકાઉન્ટ પર ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે ભાજપ સરકારની તાનાશાહી અને મિત્રોને ફાયદો પહોંચાડવાની નીતિ અદાણી કૌભાંડ, મોંઘવારી, સરકારી ભરતીનું કૌભાંડ, ખેડૂત માવઠાથી થયેલ નુકસાન સહાય આપવા, વધતી બેરોજગારી, મહિલા અત્યાર જેવા મુદ્દાઓ સાથે હાથ સે હાથ જોડો યાત્રા.             




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે