AAPના અલ્પેશ કથીરિયા ગોંડલ સીટ પરથી ચૂંટણી લડી શકે, આ બેઠક પાટીદાર મત નિર્ણાયક


  • Published By :
  • Published Date : 2022-11-04 13:26:50

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કાગડોળે રાહ જોઈ રહેલા લોકો અને નેતાઓની આતુરતાનો અંત આવી ગયો છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકારણીઓ તેમની બેઠકને લઈ રાજકીય સમીકરણો ગોઠવવા લાગ્યા છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથિરીયા કઈ સીટ પરથી ચૂંટણી લડશે તેને લઈને અટકણો લગાવવામાં આવી રહ્યા છે.


અલ્પેશ કથિરીયા ગોંડલ સીટ પરથી ચૂંટણી લડશે


અલ્પેશ કથીરિયાના ચૂંટણી લડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાર્ટી ઓ પાટીદાર નેતાને ગોંડલ સીટ પરથી મેદાનમાં ઉતારે તેવું મનાય છે. જો કે હવે તેમાં પણ એક પેચ છે, આમ આદમી પાર્ટીએ ગોંડલ બેઠક પર નીમીષા ખૂંટનું નામ જાહેર કર્યું છે.


શું નીમીષા ખૂંટનું પત્તુ કપાશે?


આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથીરીયા ગોંડલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે તો શું મનીષા ખૂંટનું પત્તુ કપાશે? જો કે તેવું પણ મનાય છે કે નીમીષા ખૂંટને AAP કોઈ બીજી સીટ માટે ટિકિટ આપશે ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો નિર્ણાયક છે. વળી સ્થાનિક સંગઠન યુદ્ધ એજ કલ્યાણ ગ્રૂપ પણ અલ્પેશ કથીરીયાનું સમર્થન કરી શકે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે