BTP-JDUના ગઠબંધનથી ભાજપ અને કોંગ્રેસની ચિંતા વધી, આદિવાસી મતદારો કોના પર ઢોળશે પસંદગીનો કળશ?


  • Published By :
  • Published Date : 2022-11-07 14:58:57

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેર થઈ ગઈ છે. રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન પણ તેજ બનાવી દીધુ છે. હવે સમાન વિચાસરણી ધરાવતી પાર્ટીઓ ગઠબંધન કરીને ચૂંટણી જીતવાની વ્યૂરચનાઓ ઘડી રહી છે. જેમ કે જાણીતા આદિવાસી નેતા છોટુ વસાવાની પાર્ટી ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)એ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી JDU સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. 


ગુજરાતમાં BTP-JDU સાથે મળીને ચૂંટણી લડશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છોટુ વસાવાની પાર્ટી BTPએ અને JDU સાથે ગઠબંધન કર્યું છે. રાજ્યમાં હવે અરવિંદ કેજરીવાલ AAP બાદ ગુજરાતમાં નીતીશકુમારની પાર્ટી JDU પણ એન્ટ્રી થઈ છે. BTPના કાર્યાલયમાં છોટુભાઈ વસાવાની હાજરીમાં BTP પ્રદેશ અધ્યક્ષ અને JDUના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઈ હતી. JDU અને BTP ભેગા થઈને ચૂંટણી લડશે એવો ખુલાસો છોટુભાઈ વસાવાએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે  JDUની મદદથી અમે ચૂંટણી લડીશું અને ગુજરાતમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ ચૂંટણી પ્રચાર કરવા આવશે. બંને સાથે મળીને આગામી નવી યાદી અમે જાહેર કરીશું. છોટુભાઈ વસાવાએ કહ્યું કે જનતાદળ અમારો જૂના સાથી છે અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું. આજે જેડીયું સાથે બેઠક થઈ છે. બંને પક્ષો સાથે મળીને આગામી નવી યાદી અમે જાહેર કરીશું.


2017માં BTPએ બે સીટ જીતી હતી


વર્ષ 2017માં યોજાયેલી વિધાન સભાની ચૂંટણીમાં BTP ને બે સીટ મળી હતી. જેમાં ઝગડિયા બેઠક પરથી બીટીપીના ઉમેદવાર  છોટુ વસાવા 60.18 ટકા મતોથી જીત્યા હતા. જ્યારે દેડિયાપાડાથી મહેશ છોટુભાઈ વસાવા 50.22 ટકા મતોથી જીત્યા હતા.  


ગઈકાલે BTPના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર 


BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી)એ ગઈ કાલે રવિવારે જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી હતી. BTPએ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. નાંદોદ બેઠક પર મહેશ શરદ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભિલોડા બેઠક પરથી ડો.માર્ક કટારા, ઝાલોદ બેઠક પરથી મનસુખ કટારા, દાહોદ બેઠક પરથી દેવેન્દ્ર મેડા, સંખેડા બેઠક પરથી ફુરકન રાઠવાને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત કરજણ બેઠક પરથી ઘનશ્યામ વસાવા, જંબુસર બેઠક પરથી મણીલાલ પંડ્યા, વ્યારા બેઠક પરથી સુનિલ ગામીત, નિઝર બેઠક પરથી સમીર નાઈક, ડાંગ બેઠક પરથી નિલેશ ઝાંબરે, ધરમપુર બેઠક પરથી સુરેશ પટેલ, નાંદોદ બેઠક પરથી મહેશ સરાદભાઈ વસાવા અને ઓલપાડ બેઠક પરથી વિજય વસાવાને ટિકિટ આપવામાં આવી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.