Gujarat Election 2022: AAPનો મુખ્યમંત્રી પદનો ચહેરો ઈસુદાન ગઢવી દ્વારકાથી લડી શકે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2022-11-04 21:44:04

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીએ તેના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીના નામની જાહેરાત કરી છે. હવે ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે તે જોવાનું છે. રાજ્યમાં તેમની વિધાનસભાની સીટને લઈ અટકળો અટકળોનું બજાર ગરમ છે. 


દ્વારકાથી વિધાનસભાની ચૂંટણી લડી તેવી સંભાવના


મુખ્યમંત્રીના આપના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીના નામ માટે 73 ટકા લોકોએ પોતાની સંમતી દર્શાવી છે. હવે AAPના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈસુદાન ગઢવી દ્વારકાથી વિધાનસભાની ચૂંટણી લડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઈસુદાન ગઢવી રાજ્યના સુવિખ્યાત અને પવિત્ર યાત્રા ધામ દ્વારકા ધામથી ચૂંટણી લડશે તેવી સંભાવના વધુ જણાઈ રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે