ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગેસમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-01 13:35:16

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણમાં આયારામ-ગયારામ શરૂ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ એકબીજાના નેતાઓ અને કાર્યકરો માટે રીતસર ભરતી મેળો શરૂ કરી દીધો છે.  ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાત સિંહ ચૌહાણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. આજે ફાગવેલ પરિવર્તન યાત્રામાં પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે. પ્રભાતસિંહ ચૌહાણ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાતા રાજકરણ ગરમાયું છે.


ચૂંટણી પહેલા ભાજપમાં સૌથી મોટું ભંગાણ 


ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પ્રભાતસિંહ કોંગ્રેસની ફાગવેલ પરિવર્તન યાત્રામાં જોડાયા છે. પ્રભાતસિંહ ચૌહાણને કોંગ્રેસ મહામંત્રી મોહન પ્રકાશ અને અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા હતા. 


પુત્ર કે પુત્ર વધૂ માટે કોંગ્રેસની ટિકિટ માંગી શકે


પ્રભાત સિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાતા ચોક્કસપણે ભાજપને પંચમહાલ જિલ્લામાં મોટો ફટકો પડ્યો છે. પૂર્વ સાંસદ પ્રભાતસિંહ તેમના પુત્ર કે પુત્ર વધૂ માટે ટિકિટ માગશે તેવું મનાય છે. પ્રભાતસિંહના પુત્ર પ્રવીણ સિંહ કે પુત્રવધૂ સુમનબેન ચૌહાણ માટે શહેરા કે ગોધરા વિધાનસભા સીટ માટે કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડશે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. 


(આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે.)



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે