શું ગુજરાત સરકારની બેદરકારીના કારણે ચૂંટણી જાહેર ન થઈ, ચૂંટણી પંચે શું ખુલાસો માંગ્યો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 14:28:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતમાં વિલંબ ચર્ચાનો વિષય બન્યો છે. ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણી તારીખ જાહેર કરવા માંગતું હતું પણ કેટલાક કારણોથી તે થઈ શક્યું નહીં. જેમાં સૌથી મોટું કારણ રાજ્યમાં IAS અને IPSઅધિકારીઓની બદલીની કાર્યવાહી સમયસર પૂર્ણ ન થઈ તે પણ છે.


ગુજરાત સરકારની ઘોર બેદરકારી


ગુજરાતમાં અત્યાર સુધી ચૂંટણી સાથે જોડાયેલા IAS અને IPS અધિકારીઓ જેવા કે ડીએમ, એસપી અને એસએસપી સહિતના અધિકારીઓની બદલીનું કામ પૂર્ણ થયું નથી. ગુજરાત સરકારની આ  બેજવાબદારીના કારણે પર ચૂંટણી પંચે કડક વલણ દાખવ્યું છે. ચૂંટણીની તૈયારીઓને જોતા વહીવટી અધિકારીઓની ફરજિયાત અને યોગ્ય બદલીના આદેશ અંગેનો અહેવાલ રજૂ ન કરવા મામલે જવાબ માંગવામાં આવ્યો છે.


સરકારે જવાબ ન આપ્યો ચૂંટણીપંચે માંગ્યો ખુલાસો


ભારતના ચૂંટણી પંચે ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને ડીજીપીને લખેલા પત્રમાં 1 ઓગસ્ટના પત્રનો ઉલ્લેખ કર્યો હતો કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને બદલીની શરતોનું અનુપાલનનો રિપોર્ટ 30 સપ્ટેમ્બર સુધીમાં સોંપવાનો હતો. અત્યાર સુધી રિપોર્ટ કેમ દાખલ કરવામાં આવ્યો નથી? તેનો જવાબ પણ માંગવામાં આવ્યો છે.


ઈસીઆઈએ ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપીને આ બાબતે રીમાઇન્ડર જારી કરવા છતાં નિર્ધારિત સમય મર્યાદા વીતી જવા છતાં હજુ સુધી અનુપાલન અહેવાલ શા માટે રજૂ કરવામાં આવ્યો નથી તે અંગેના સંજોગોનો ખુલાસો કરવા નિર્દેશ આપ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે