પ્રથમ ગ્રાસે મક્ષિકા, વાંકાનેરમાં ભાજપ અને મોહન કુંડારિયા હાય હાયના નારા લાગ્યાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 19:15:11

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પગલે તમામ પક્ષોએ તેમનું પ્રચાર અભિયાન તેજ બનાવી દીધું છે. ભાજપના નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં ગૌરવયાત્રા કાઢવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો સહિત આ ગૌરવ યાત્રા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. જો કે કેટલાક સ્થળોએ જનવિરોધનો પણ સામનો કરવો પડશે.


વાંકાનેરમાં મોહન કુંડારિયા હાય હાયના નારા લાગ્યા 


કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં આજે આ ગૌરવ યાત્રા મોરબી પહોંચી હતી. જો કે આ યાત્રાનો પ્રથમ ફિયાસ્કો ત્યારે થયો જ્યારે આ યાત્રાનું સ્વાગત કરવા માટે ખુબ જ ઓછી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જાહેર સભા હોવા છતા પણ 500થી પણ ઓછા લોકો હાજર હતા. જેના કારણે યાત્રાનો ફિયાસ્કો થયો હતો.


ટોળાનું ઉગ્ર વલણ જોઈને યાત્રાને આગળ ધકેલાઈ


જો કે આટલું ઓછું હોય તેમ યાત્રા આગળ વધી રહી હતી ત્યારે અચાનક મોટી સંખ્યામાં લોકો ઘસી આવ્યા હતા. તેમણે ભાજપ અને સાંસદ મોહન કુંડારિયા હાય હાયના નારા લગાવ્યા હતા. હજારી ખાતે આ યાત્રાનો ભારે વિરોધ થયો હતો. જેના કારણે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ સહિતના ભાજપના આગેવાનો અસહજ સ્થિતિમાં આવી ગયા હતા. તો બીજી તરપ કાર્યકરો અને પદાધિકારીઓ દોડતા થયા હતા. તત્કાલ યાત્રાને ઝડપથી આગળ ધપાવી દેવામાં આવી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે