પોલીસને નહીં આપવી પડે એફિડેવિટ, સરકારે ઠરાવમાં કર્યા ફેરબદલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 10:18:51

છેલ્લા ઘણા સમયથી પોલીસ પોતાના ગ્રેડ પે મુદ્દાને લઈ સરકાર વિરૂધ આંદોલન કરી રહી હતી.આંદોલન સમેટવા રાજ્ય સરકારે પોલીસની માંગણી સ્વીકારતા એફિડેવિટ કરવાની શરત મુકી હતી. જેને લઈ નારાજ થયેલા પોલીસે સોશિયલ મીડિયામાં લડત શરૂ કરી હતી. આંદોલન ઉગ્ર ન બને તે માટે રાજ્ય સરકારે નિયમોમાં ફેરબદલ કર્યા છે. હવે પગાર વધારા માટે પોલીસ કર્મચારીઓને કોઈ એફિડેવિટ આપવું નહીં પડે.


આંદોલન ઠારવા સરકારનો પ્રયાસ    

પોલીસે એફિડેવિટ આપવાનો ઈન્કાર કર્યો જેને કારણે છેવટે સરકારે નવો ઠરાવ કરવો પડ્યો છે. એ અંતર્ગત હવે પોલીસ કર્મચારીઓએ કોઈ એફિડેવિટ નહીં આપવું પડે. અગાઉના ઠરાવ પ્રમાણે ફિક્સ રકમ સ્વિકાર્યા બાદ અન્ય કોઈ લાભ તેમણે નહીં મળે. જેનો પોલીસ કર્મચારીઓએ ભારે વિરોધ કર્યો હતો. 

ગૃહવિભાગે બહાર પાડ્યો નવો પરિપત્ર

ચૂંટણી સમયે આ મુદ્દાનો લાભ રાજકીય પાર્ટી ના લઈ જાય તે માટે અંતે ગૃહવિભાગે નવો પરપત્ર બહાર પાડી જૂના ઠરાવમાં ફેરફાર કર્યા છે. સરકાર દ્વારા કરાયેલા ફેર બદલને કારણે પોલીસ કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે