બિપોરજોય ચક્રવાતથી અસરગ્રસ્ત લોકો માટે કેશડોલની જાહેરાત, નાગરિકોના બેન્ક ખાતામાં સીધી જ જમા થશે રકમ


  • Published By :
  • Published Date : 2023-06-16 22:25:10

વિનાશક ચક્રવાત બિપોરજોય ગુજરાતને ધમરોળીને પસાર થઈ ગયું. જો કે આ વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જબરદસ્ત નુકસાન પહોંચાડ્યું છે. જે નાગરિકો ભયજનક વિસ્તારમાં હતા તેમને સ્થળાંતરિત કરી સલામત સ્થળે ખસેડવામાં આવતા તેમની રોજી-રોટી પણ બંધ થઈ ગઈ હતી. જો કે હવે આ લોકો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે.


8 હજાર લોકોને 5 દિવસ માટે કેશડોલ


ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં બિપોરજોય ભારે પ્રમાણમાં તબાહી મચાવી છે, ત્યારે રાજ્ય સરકારે વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા એક લાખ 8 હજાર લોકોને 5 દિવસ માટેની કેશડોલ ચૂકવવાની જાહેરાત કરી છે.  સરકાર આ લોકોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુ મળી રહે માટે કેશડોલની રકમ ચૂકવશે. જેમાં પુખ્ય વયના નાગરિકોને રૂપિયા 100 જ્યારે બાળક દિઠ રૂપિયા 60 પ્રતિદિનનું ચૂકવણું કરવામાં આવશે. આ રકમ પાંચ દિવસ સુધીની જ ચૂકવવાની રહેશે. આ કેશડોલની રકમ નાગરિકોના બેન્ક ખાતામાં સીધી જ જમા કરાવવામાં આવશે. હાલ વાવાઝોડાથી થયેલા નુકશાનના કારણે મુશ્કેલ હોય તે રકમ રોકડેથી ચૂકવવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે