શું તમારે પણ અડધા ખર્ચે ખેતરમાં કાંટાળી વાડ નાખવી છે? ખેડૂતને આર્થિક ફટકાથી બચાવવા સરકારની યોજનામાં ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-09-09 16:11:46

ગુજરાત સરકારે ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરી છે. નીલગાય, રોઝ, જંગલી સૂવર જેવા જનાવરોના કારણે ગુજરાતના ખેડૂતોને નુકસાન થતું હોય છે આ મામલે ધ્યાન રાખીને ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે યોજના બહાર પાડી છે કે હવે નાના ખેડૂતોને પણ ખેતરની ફરતે કાંટાળી વાડ બનાવી આપવામાં આવશે જેના કારણે જંગલી જનાવર ખેતરમાં ઉભા પાકને નુકસાન નહીં પહોંચાડી શકે. 

2 હેક્ટર સુધીના ખેતરમાં અડધા ખર્ચે લગાવે કાંટાળી વાડ

દેશનો ખેડૂત આમ પર વરસાદ અને પાકની સમસ્યા જેવી અનેક મુશ્કેલીનો સામનો કરતો હોય છે એવામાં અમુકવાર જંગલી ભૂંડ, સુવર, નીલગાય, રોઝ જેવા જનાવરો ખેતરમાં પહોંચી પાકને નુકસાન પહોંચાડીને ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ ઉભી કરી દેતા હોય છે. આ મામલે સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે 10 હેક્ટરથી વધારે ખેતર હોય તેમને કાંટાળી વાડ કરવા માટે સહાય કરવામાં આવશે. આ યોજનાનો લાભ મોટા ખેડૂતોને તો મળી ગયો પણ નાના ખેડૂતોની સમસ્યા હતી ત્યાંને ત્યાં જ રહી. જેના કારણે ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે હવેથી નાના ખેડૂતોને પણ ખેતર ફરતે કાંટાળી વાડ લગાવવા માટે સહાય કરશે. ભૂંડ, સુવર, નીલગાય, રોઝ જેવા જનાવરો રાત્રે ખેતરમાં નુકસાન પહોંચાડતા હોય છે માટે સરકારે જાહેરાત કરી છે કે હવેથી 2 હેક્ટરથી વધુ જમીન હોય તેમાં સરકાર કાંટાળી વાડ લગાવવામાં 50 ટકાની સહાય કરશે. પહેલા એવું થતું હતું કે ખેડૂતોને પોતાના ઘરના રૂપિયા ખર્ચીને જનાવરથી પાકને બચાવવા માટે કાંટાળી જાળ ખેતર ફરતે નખાવવી પડતી હતી. આના કારણે ખેડૂતો પર આર્થિક બોજો આવતો હતો આથી રાજ્ય સરકારે જાહેરાત કરીને ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. 

તમે પણ સરકારની યોજનાનો લાભ લો અને પાકને જંગલી જનાવરથી બચાવો

ગુજરાત સરકારે તાર ફેન્સિંગ યોજનામાં જમીનની સીમા ઘટાડવા માટે 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. સરકારની આ જાહેરાતના કારણે ગુજરાતમાં લાખો ટન બગડતો પાક બચી શકશે અને ખેડૂતોને એમની મહેનતનું મહેનતાણું મળશે. તો જો તમારે પણ 2 હેક્ટર જેટલું ખેતર હોય અને જંગલી જનાવરો ખેતરમાં તમારા પાકને નુકસાન પહોંચાડે છે તો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લો અને તમારા ખેતરમાં અડધે ખર્ચે કાંટાળી વાડ લગાવી જંગલી જનાવરથી તમારા પાકને બચાવો. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.