ખેડૂતોના લાભાર્થે સરકારનો મોટો નિર્ણય, લાભ પાંચમથી ખેત પેદાશોની ટેકાના ભાવે કરશે ખરીદી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 19:08:53

કર્મચારી આદોલનો અને વીજળીના પ્રશ્ને કિસાન સંઘના ભારે રોષનો સામનો કરી રહેલી રાજ્ય સરકારે ખેડૂતોને રિઝવવા માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. સરકાર પર ખેડૂતોને પોતાના પક્ષે રાખવા માટે ખુબ દબાણ છે. ખેત પેદાશોનો યોગ્ય ભાવ ન મળતા સરકાર સામે ખેડૂતોમાં વ્યાપક અસંતોષ પ્રવર્તી રહ્યો છે. 


લાભ પાંચમથી ટેકાના ભાવે સરકાર ખરીદી શરૂ કરશે



ખેડૂતોના લાભાર્થે સરકારે મહત્વનો નિર્ણય લેતા આગામી લાભ પાંચમથી મગ, અડદ અને સોયાબીન,મગફળીની ટેકાના ભાવે સરકાર ખરીદી શરૂ કરશે. આ માટે 25 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ગુજકોમાસોલ ટેકાના ભાવે ખરીદી માટે નોડલ એજન્સી રહેશે તેવો નિર્ણય પણ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.


રાજ્યના લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. રાજ્ય સરકાર 5,850ના પ્રતિ ક્વિંટલના ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે. ખેડૂતો 25 સપ્ટેમ્બરથી 24  ઓક્ટોબર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. મગ, અડદ અને સોયાબીનની પણ લાભ પાંચમથી ખરીદી થશે. 


29 ઓક્ટોબર લાભ પાંચમથી 90 દિવસ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી થશે . ગુજકોમાસોલ ટેકાના ભાવે ખરીદી માટે નોડલ એજન્સી રહેશે. મગ રૂપિયા 7,755, અડદ રૂ 6,600 તો સોયાબીન રૂ 4,300 પ્રતિ ક્વિંટલ ના ભાવે ખરીદાશે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે