Gujarat : સ્માર્ટ મીટરના વધતા વિવાદ વચ્ચે ગુજરાત સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, સ્માર્ટ મીટરની સાથે સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે...


  • Published By :
  • Published Date : 2024-05-21 18:19:10

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી સ્માર્ટ મીટર અંગેના સમાચારો સાંભળ્યા હશે.. અનેક જગ્યાઓ પર સ્માર્ટ મીટરનો વિરોધ પણ થયો.. અનેક વીડિયો આવા વિરોધના તમે જોયા હશે.. લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટરમાં કરવામાં આવેલું રિચાર્જ થોડા સમયની અંદર પૂર્ણ થઈ જાય છે.. લાઈટ બિલ વધારે આવે છે તેવી વાતો લોકોના મુખેથી સાંભળી હશે.. વિરોધ શાંત થવાની બદલીમાં દિવસેને દિવસે વધી રહ્યો હતો. જે બાદ સ્માર્ટ મીટરને લઈ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર પણ લગાવવામાં આવશે જેથી કરીને લોકોને ભરોસો આવે...


રાજ્યના અનેક શહેરોમાં લાગ્યા છે સ્માર્ટ મીટર 

દેશના અનેક રાજ્યોમાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે. ગુજરાતમાં પણ અનેક શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી થઈ રહી છે.. અનેક જગ્યાઓથી વિરોધના દ્રશ્યો પણ સામે આવ્યા છે.. જેમ ફોનમાં પહેલા રિચાર્જ કરવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ થાય છે તેવી જ રીતે સ્માર્ટ મીટરમાં પણ પહેલા રિચાર્જ કરાવાનું રહેશે. જેવું મીટર હમણાં છે તેવી જ રીતે આ સ્માર્ટ મીટર પણ કામ કરશે. લોકોને જાણકારી મેળવવામાં સરળતા મળે તે માટે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યું છે તેવી માહિતી થોડા દિવસ પહેલા સામે આવી હતી.


લોકોની ગેરસમજ દૂર કરવા માટે સરકારે લીધો આ નિર્ણય

જેમના ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી તેમનું લાઈટ બિલ વધારે આવવા લાગ્યું.. રિચાર્જ જલ્દી પૂર્ણ થઈ જાય છે તેવી વાતો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સ્માર્ટ મીટરને લઈ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે.. વિરોધ પણ કરવામાં આવ્યો છે.. સ્માર્ટ મીટરને લઈ લોકોની ગેરસમજ દૂર થાય તે માટે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.. ગેરસમજને દૂર કરવા માટે સ્માર્ટ મીટરની સાથે સાથે જૂના મીટરો પણ લગાવવમાં આવશે..   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે