ગાંધી આશ્રમનું રી-ડેવલપમેન્ટ શક્ય બનશે, હાઈકોર્ટે આપી લીલીઝંડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 16:58:23


ગુજરાત હાઈકોર્ટે આજે ગાંધી આશ્રમની આસપાસના વિસ્તારના રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લીલીઝંડી આપતા આશ્રમના વિકાસનો માર્ગ મોકળો બન્યો છે. ગાંધી વિચારો અને મૂલ્યોનું જતન અને પ્રચાર થઈ શકે એ રીતે રી-ડેવલપમેન્ટને હાઇકોર્ટે છૂટ આપી છે. જેમાં મૂળ ગાંધી આશ્રમની 5 એકર જગ્યા યથાવત રહેશે અને બાકીના વિસ્તારનું રિ-ડેવલપમેન્ટ થશે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગાંધી પણ આશ્રમના રી-ડેવલપમેન્ટ અટકાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. લાંબી કાનુની લડાઈ બાદ આ  વિવાદનો આજે સુ:ખદ ઉકેલ આવ્યો છે. 


આશ્રમ વિકાસ અંગે સરકારનો પ્લાન શું છે?


ગાંધીજી સ્થાપેલા સાબરમતી આશ્રમને વર્ષ 1917માં 100 વર્ષ પુરા થયા ત્યારે સરકારે તેને  રી-ડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું હતું. આશ્રમના બાંધકામોમાં ફેરફાર કરવો જોઈએ કે નહીં એ મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી. એ ઉપરાંત આશ્રમમાં ઘણા પરિવારો ગાંધીજીના સમયથી રહે છે. રી-ડેવલપમેન્ટ માટે એ પરિવારોને બહાર ખસેડવા પડે તે અનિવાર્ય હતું. આ પરિવારો હટવા તૈયાર ન હતા અને તે વગર આશ્રમનું નવીનીકરણ થઈ ન શકે. આશ્રમના માળખામાં ફેરફાર ન થાય અને ખાસ તો ત્યાં રહેતા પરિવારોને બહાર ન જવું પડે એ માટે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. સરકાર જોકે ત્યાંથી સ્થળાંતરિત થતા દરેક પરિવારને પુરતું વળતર આપવા તૈયાર છે. અંતે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ઘણા લોકો આ નવીનીકરણના પ્લાનનો વિરોધ કરી રહ્યા હતા. જો કે હવે હાઈકોર્ટે સરકારને આશ્રમના મૂળ માળખાને નુકસાન ન પહોંચે એ રીતે નવીનીકરણ કરવાની છૂટ આપી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે