શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના શિક્ષણનો વિરોધ કરનારી PIL અંગે હાઈકોર્ટે ગુજરાત સરકાર અને કેન્દ્ર પાસે માંગ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-04-23 15:15:37

ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર રાજ્ય સરકાર અને કેન્દ્રને પાઠ્યક્રમનો ભાગ બનાવવા ઉપરાંત શાળાઓમાં શ્રીમદ ભગવદ ગીતાને તેમના પ્રાર્થના કાર્યક્રમોમાં અને શ્લોક પઠન દ્વારા રજૂ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી PILનો જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના એક્ટિંગ ચીફ્ જસ્ટિસ એ જે દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની બેન્ચે ગુરુવારે સરકાર પાસેથી 3 જુલાઈ સુધીમાં જવાબ  રજુ કરવાનો આદેશ કર્યો હતો, આ મામલે વધુ સુનાવણી 3 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.


જમિયત ઉલમા-એ-હિંદે કરી PIL


રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવાયેલા નિર્ણયને જમિયત ઉલમા-એ-હિંદ, ગુજરાત દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જમિયત ઉલમા-એ-હિંદ, ગુજરાત દ્વારા આ મામલે  PIL દાખલ કરવામાં આવી હતી.  PILમાં શાળાના બાળકો માટે હિંદુઓનું ધાર્મિક પુસ્તક નર્ધારીત કરવાને લઈ વાંધો ઉઠ્યો છે. આ રીતે બંધારણના સમાનતા, બંધુત્વ અને બિનસાંપ્રદાયિકતાના સિધ્ધાતોનું હનન થઈ રહ્યું છે, અને તેને ખતમ કરના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


શિક્ષણ સંસ્થાઓમાં ગીતા પાઠનો વિરોધ


જમિયતે શિક્ષણ સંસ્થાઓમાં ગીતાના મૂલ્યો/સિદ્ધાંતો શીખવવાના પ્રસ્તાવને રદ કરવાની અને વર્તમાન શૈક્ષણિક વર્ષથી 6 થી 12 ના વર્ગો માટે વાર્તાઓ, શ્લોક પઠન અને પ્રાર્થના દ્વારા તેને ફરજિયાત રીતે ભણાવવાના પ્રસ્તાવને રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી.


બંધારણની કલમ 14 અને 28નું  ઉલ્લંઘન


અરજીકર્તા સંગઠને સરકારના આ નિર્ણયને " સત્તાનો એક રંગીન કવાયત" અને બંધારણની કલમ 14 અને 28નું  ઉલ્લંઘન ગણાવતા કહ્યું કે આ ધર્મ નિર્પેક્ષતાના સિધ્ધાંતોની વિરૂધ્ધ છે, જે બંધારણનો મૂળ વિશેષતા છે, તેમાં કહેવામાં આવ્યું છે કે એક ધાર્મિક પાઠની શરૂઆત રાષ્ટ્રિય શિક્ષણ નિતીથી વિપરીત છે. જે હંમેશા ધર્મનિર્પેક્ષ રહી છે, અને શાળાઓમાં ધાર્મિક શિક્ષણના નિષેધનું પાલન કરે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.