ગુજરાત હાઇકોર્ટની આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ કેશિયરની પરીક્ષામાં થયો ફેરફાર, જાણો હવે ક્યારે લેવાશે પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-06-16 19:42:02

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની જગ્યા પર ભરતી યોજવામાં આવી રહી છે. આ પદ માટે યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટની કુલ 1778 પદ માટે ભરતી કરવામાં આવનાર છે. ગુજરાત હાઇકોર્ટે 1778 મદદનીશ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી. 


પરીક્ષાની તારીખમાં ફેરફાર શા માટે?


ગુજરાત હાઇકોર્ટના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની જગ્યા પર ભરતી માટે યોજાનાર પરીક્ષા 2 જુલાઈએ લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષા આગામી 25 જૂનના રોજ યોજાવાની હતી પરંતું આ જ તારીખે TAT(S)ની મેઈન્સ પરીક્ષા પણ યોજાવાની હોવાથી હાઈકોર્ટે તેની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે.


 કેટલી છે કુલ ખાલી જગ્યાઓ?


ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં કુલ જગ્યા 1855 છે. જેમાં આસિસ્ટન્ટની 1777 તથા આસિસ્ટન્ટ કેશિયરની 78 જગ્યા ખાલી છે.


ત્રણ તબક્કામાં પરીક્ષા


ગુજરાત હાઇકોર્ટની આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની પરીક્ષા ત્રણ તબક્કામાં એટલે કે એલિમિનેશન ટેસ્ટ, મેઈન પરીક્ષા અને પ્રેક્ટિકલ/સ્કિલ ટેસ્ટમાં યોજાશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે