ડો. અતુલ ચગ આત્મહત્યા કેસમાં હાઈકોર્ટે 4 પોલીસ અધિકારીને ફટકારી નોટિસ, 27 માર્ચ સુધીમાં જવાબ આપવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-15 21:45:39

ગીર સોમનાથનાં વેરાવળના જાણીતા ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાનો કેસ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ડો. અતુલ ચગના પરિવારજનોએ કરેલી કંટેમ્પ્ટ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ અધિકારી સામે નોટિસ ઈશ્યૂ કરી જવાબ માગ્યો છે.


27 માર્ચ સુધીમાં જવાબ આપો


ગુજરાત હાઈકોર્ટે હાઇકોર્ટે DIG મયંકસિંહ ચાવડા, SP મનોહરસિંહ જાડેજા તથા PI સુનિલ ઈશરાનીને નોટિસ ફટકારી છે. આ પોલીસ અધિકારી સામે નોટિસ ઈશ્યું કરી 27 માર્ચ સુધીમાં જવાબ ફાઈલ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પોલીસે પાલન ન કર્યાની દલીલ કરાઈ હતી. આ મામલે વધુ સુનાવણી 28 માર્ચના રોજ થશે.


ભાજપના MP રાજેશ ચુડાસમાનું નામ ખુલ્યું


ડો. અતુલ ચગે 12 ફેબ્રુઆરીના રોજ આપઘાત કર્યો હતો, તેમની આત્મહત્યા બાદ સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે આત્મહત્યા માટે ભાજપના જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને સાંસદના પિતા નારણભાઈ ચુડાસમાને જવાબદાર ઠરાવ્યા હતા. મૃતકના પરિવારજનો આ બંને સામે FIRની માંગ કરી રહ્યા છે. ચગના પરિવારના વકીલ ચિરાગ કક્કડે કહ્યું કે ડો.ચગે આત્મહત્યા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ નામ લખ્યા છે. છતાં પોલીસ સમાજ અને પરિવારને આશ્વાસન આપી રહી છે. પોલીસ ફરજ નિભાવી રહી નથી. સુપ્રીમ કોર્ટના સુચન મુજબ પોલીસે તાત્કાલિક ફરિયાદ લેવાની હોય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે