માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટ કાલે સંભળાવશે ચુકાદો, રાહુલ ગાધીએ કરી હતી રિવિઝન પિટિશન


  • Published By :
  • Published Date : 2023-07-06 22:39:01

રાહુલ ગાંધી સામે મોદી સરનેમ બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટે ફટકારેલ સજાને પડકારતી અરજી પર ગુજરાત હાઈકોર્ટ આવતીકાલે 7 જુલાઈના રોજ ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. માનહાની કેસમાં રાહુલ ગાંધીને સુરત ટ્રાયલ કોર્ટે  બે વર્ષની સજા સંભળાવી હતી. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છક ચુકાદો સંભળાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત કોર્ટે દોષિત ઠેરવ્યો હતો અને 23 માર્ચે બે વર્ષની સજા ફટકારી હતી. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ફટકારેલ બે વર્ષની સજાના કારણે રાહુલ ગાંધીએ સંસદ સભ્ય પદ ગુમાવ્યું હતું.


અભિષેક મનુ સિંઘવીએ કરી હતી દલીલ


રાહુલ ગાધી વતી હાઈકોર્ટમાં હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ આ કેસને અનુરૂપ જુદા-જુદા કેસોના ચુકાદાઓ ટાંક્યા હતા. તેમણે દલીલ કરતા કહ્યું હતું કે વડાપ્રધાનની અટક 'મોદી' છે, વડાપ્રધાનનું પદ ઊંચું છે, પણ એ આ ફરિયાદનો કોન્સેપ્ટ નથી. નીચલી કોર્ટના ચુકાદાના મુદ્દાઓની સામે વન બાય વન સિંઘવીએ દલીલો કરી હતી. સિંઘવીએ જણાવ્યું હતું કે મોદી અટકના 13 કરોડ લોકોમાંથી કોઈનું મન દુભાયું નહિ, ફક્ત એક હાયપર સેન્સિટિવ વ્યક્તિને જ દુઃખ થયું. રાહુલ ગાંધી સાંસદ હોવાથી તેમને નુકસાશન થઈ રહ્યું છે. સિંઘવીએ દલીલ કરી હતી કે આવા કેસોમાં કન્વિક્શન પર 3થી 6 મહિનાની સજા હોઈ શકે, પરંતુ 1-2 વર્ષની સજા ન હોઇ શકે. પ્રથમવારના ગુનામાં 2 વર્ષની સજા ન હોઈ શકે. સજા પર સ્ટે ન મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે.


ઉનાળુ વેકેશનના કારણે ચુકાદામાં થયો વિલંબ


ગુજરાત હાઈકોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજ હેમંત પ્રચ્છકે ચુકાદો હાઇકોર્ટના ઉનાળુ વેકેશન બાદ આપવાનું જણાવ્યું હતું. અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને ત્યાં સુધી રાહુલ ગાંધીના અપીલેટ કોર્ટના ચુકાદા પર વચગાળાનો સ્ટે આપવાની માગ કરી હતી, જેનો ફરિયાદી પક્ષના વકીલે વિરોધ કરતાં ચુકાદો ઉનાળુ વેકેશન બાદ આપવાનું જજ હેમંત પ્રચ્છકે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટનું ઉનાળુ વેકેશન 6 મેથી શરૂ થશે અને 4 જૂને પૂર્ણ થશે. આમ, રાહુલ ગાંધીએ હજી 1 મહિના જેટલી રાહ જોવી પડી હતી.


મોદી સરનેમ કેસ શું છે?


કર્ણાટકના કોલાર ખાતે લોકસભાના ચૂંટણીપ્રચાર દરમિયાન કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ચોર'નું ઉપનામ આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે 'બધા ચોરોનાં ઉપનામ 'મોદી' કેમ હોય છે ?' આ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. એની સામે ગુજરાત હાઇકોર્ટમાં રાહુલ ગાંધી તરફથી સ્ટે માગતી રિવિઝન અરજી કરી હતી. જેની સુનાવણી જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાંકરવામાં આવી હતી. આ મામલે સિનિયર કાઉન્સિલ તરીકે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ રાહુલ ગાંધીનો પક્ષ રજૂ કર્યો હતો.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે