GPSCને લઇને હાઇકોર્ટે પૂછ્યા વેધક સવાલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-16 20:58:19

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે. "આ કેસ તમારા આપખુદશાહી એટલેકે , ઓટોક્રેસીનો છે." આ શબ્દો છે , ગુજરાત હાઇકોર્ટના જજ નિર્ઝર એસ દેસાઈના. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટરની પરીક્ષામાં એક સવાલને લઇને ઉમેદવારે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આખો મામલો , GPSCની પરીક્ષામાં પુછાયેલા "કૌટિલ્યના" પ્રશ્ર્નનો છે. ઉમેદવારે પિટિશન કરી છે કે , તેનો જવાબ સાચો છે પરંતુ GPSCએ તેને ખોટો ગણાવ્યો છે.

GPSC Civil Services Prelims Result 2021 My Careers View - India's Best  College, School and coaching

 જજ નિર્ઝર એસ દેસાઈએ GPSCને લઇને ટિપ્પણી કરતા કહ્યું છે કે " આ પ્રશ્ન પાછળ ઓરીજીનલ સોર્સ એટલેકે , બુક ક્યાં છે? તમારી પાસે છે કે નહિ? જો તમારી પાસે ઓરીજીનલ સોર્સ નથી તો એફિડેવિટ દાખલ કરો. તમે ઉમેદવારોના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છો. આ ઉપરાંત , પેપર સેંટરનું નામ પણ હવે ડિસ્કલોઝ કરો. આ કેસ તમારી આપખુદશાહી એટલેકે ઓટોક્રેસીનો છે. GPSC દરેક વખતે આ પેપર સેટ કરવામાં ગોટાળા કરે છે. દરેક વખતે લોકોએ કોર્ટમાં આવવું પડે છે." આમ GPSCને ખુબ વેધક સવાલો જજ નિર્ઝર એસ દેસાઈ દ્વારા પુછાયા છે. 

GPSC releases advertisement for recruitment on 1,427 vacant posts of  various departments in Gujarat government https://t.co/HppvOtpvoS

જજ નિર્ઝર એસ દેસાઈ દ્વારા આ મામલે , GPSCના વકીલને પ્રશ્ન કરાયો કે તમારી પાસે સોર્સ કયો છે ત્યારે , વકીલ જવાબ નહોતા આપી શક્યા આ પછી , જજ નિર્ઝર એસ દેસાઈએ ઓરીજીનલ સોર્સ રજૂ કરવા માટે એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી હવે ૨૦મી તારીખે હાથ ધરાશે. આમ ગુજરાત હાઇકોર્ટનું આ વલણ હજારો વિદ્યાર્થીઓ માટે આશાનું એક કિરણ બનીને ઉભર્યું છે. અહીં એક બીજી વસ્તુ દર્શકમિત્રો , આપને જણાવવી છે કે, GPSCના બોર્ડમાં મંજુર સંખ્યાબળ ૭ સભ્યોનું છે. પણ અત્યારે બોર્ડમાં પાંચ જગ્યાઓ ખાલી છે. બીજા રાજ્યોની વાત કરીએ તો , કેરળમાં ૨૧ સભ્યોનું , તમિલનાડુમાં ૧૫ સભ્યોનું , રાજસ્થાનમાં ૧૧ સભ્યોનું , કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં ૯ સભ્યોનું બોર્ડ અસ્તિત્વમાં છે. GPSCએ તાત્કાલિક ધોરણે , બોર્ડમાં જરૂરી સભ્યોની નિમણુંક કરીને , બીજા રાજ્યોના પબ્લિક સર્વિસ કમિશન પાસેથી શીખવું જોઈએ.




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.