ગુજરાતમાં ફરી એક વખત કાતિલ ઠંડીનો થઈ રહ્યો છે અહેસાસ, તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે


  • Published By :
  • Published Date : 2023-01-25 11:32:51

સમગ્ર ગુજરાતમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે ત્રણ દિવસ કડકડતી ઠંડી યથાવત જોવા મળશે. નલિયમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે થોડા દિવસો બાદ ઠંડીથી આંશિક રાહતનો અનુભવ થઈ શકે છે. 


હિમવર્ષાને કારણે ગુજરાતમાં જોવા મળી અસર 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છએ. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે-ત્રણ દિવસ શીતલહેરનો અનુભવ થઈ શકે છે. રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.  સુસવાટા પવન વહેવાની આગાહી પણ કરવામાં આવી છે.  

ગુજરાતમાં ઠંડી ઘટીઃ સુરતનું લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી નોંધાયું, દક્ષિણ  ગુજરાતમાં માવઠાની શક્યતા - Rakhewal Daily

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગગડી શકે છે પારો 

અમદાવાદમાં તાપમાન 10 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું.ગાંધીનગરમાં પણ 10 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, જ્યારે બનાસકાંઠામાં 9 ડિગ્રી, રાજકોટમાં પણ 10 ડિગ્રી, અમરેલીમાં 9.6, પોરબંદરમાં 10.8 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે આગામી દિવસોમાં કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. તાપમાનનો પારો ગગડશે તેવી આગાહી કરવામાં આવી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે