ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે ભ્રષ્ટાચારને લઈ મુખ્યમંત્રીને લખ્યો પત્ર! નલ સે જલ યોજનામાં થતા ભ્રષ્ટાચારને લઈ કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-05-09 11:10:43

ઉનાળાની શરૂઆત  થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત સાથે જ પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે. અનેક ગામડાઓ એવા છે જ્યાં પાણી માટે મહિલાઓને ઘણું દૂર જવું પડતું હોય છે. ત્યારે લોકોને ઘર સુધી પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા નલ સે યોજનાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ આજે પણ એવા અનેક ગામો છે જ્યાં પાણી નથી પહોંચતું. આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે તેવી વાત અનેક લોકો દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ આ વાત હવે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ દ્વારા કરવામાં આવી છે. જેઠા ભરવાડે શહેરા અને ગોધરા તાલુકામાં વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજનાના જે કામો કરવામાં આવ્યા છે એમાં અધિકારીઓ અને કોન્ટ્રેક્ટર તેમજ વેપારીઓને મેળાપણાથી કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે. 

Image

ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો!  

પાણી માટે લોકોને મુશ્કેલી વેઠવી ન પડે તે માટે સરકાર દ્વારા નલ સે જલ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા 100 ટકા આ યોજના પૂર્ણ થઈ છે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ એવા અનેક ગામો છે જ્યાં આજે પણ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી વાતો કરવામાં આવી છે. ત્યારે શહેરા મતવિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે શહેરા અને ગોધરા તાલુકામાં વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજનાના જે કામો કરવામાં આવ્યા છે તેમાં મોટા પાયે ગેરરીતિ અપનાવામાં આવી છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. 


મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત!

જેઠા ભરવાડે લખ્યું કે કોન્ટ્રેક્ટર તેમજ વેપારીઓને મેળાપણાથી કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે તેમજ ગુણવત્તા વગર કામો કરવામાં આવ્યા છે. નલ સે જલ યોજનાનાં કામોમાં તપાસની બાબતે પ્રાઈવેટ ઈજનેર રાખીને તપાસ કરાવતા મોટા પાયે ગેરરીતિ બહાર આવી છે. જેને લઈ જેઠા ભરવાડે પાણીપુરવઠા વિભાગના મંત્રી અને આયુક્ત વિજિલન્સ તપાસ કરવા માટે ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે