ગુજરાત વિધાનસભાના ચાર દિવસના ચોમાસુ સત્રનો આવતી કાલથી પ્રારંભ, આ મહત્વના બિલ રજૂ કરવામાં આવશે


  • Published By :
  • Published Date : 2023-09-12 18:32:26

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આવતી કાલે બુધવારથી શુભારંભ થશે. શરૂ થશે. વિધાનસભાનું આ સત્ર 3 દિવસના બદલે 4 દિવસ માટે મળશે. આગામી 13, 14, 15 અને 16 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું સત્ર મળશે. આ વિધાનસભા સત્રમાં 9ના બદલે 10 જેટલા વિધેયક થતાં એક દિવસ વધારવામાં આવ્યો છે. આવતીકાલે શરૂ થતા ચોમાસા સત્રના પ્રથમ દિવસે ઓબીસી અનામત માટે રચાયેલી ઝવેર કમિશનનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ દરમિયાન આજે વિધાનસભાના ચોમાસું સત્ર માટે ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી.  જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં 4 દિવસના ચોમાસુ સત્ર અંગે ધારાસભ્યોને માર્ગદર્શન અપાયું હતું. 


આ બીલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે


ગુજરાત વિધાનસભાના આ સત્ર દરમિયાન જીએસટી સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક, ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ગુડ એન્ડ સર્વિસ સુધારા વિધેયક, ગુજરાત ખેત ઉત્પાદન વિધેયક, ઓબીસી અનામત સંબંધી સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ તમામ કામકાજની કેબિનેટ દ્વારા બહાલી આપી દેવામાં આવી છે. હવે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવશે.


ભાજપના ધારાસભ્યોની બેઠક


ભાજપના ધારાસભ્યોની આજે સાંજે ચાર વાગે કાર્યકારિણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિજિટલ વિધાનસભામાં પ્રથમ વખત મળતા સત્ર અંગે ખાસ ઉપયોગ અંગે માહિતી અપાઈ હતી. 9 વિધેયક અંગે ક્યાં વિધાયેકમાં કેવી રીતે રજૂઆત કરવી તે અંગે માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત 2 સરકારી સંકલ્પમાં વિષય અનુસાર પોતાનો પક્ષ મૂકવા, વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના સંભવિત પ્રયાસો ખાળવા અંગે માર્ગદર્શન અપાયું હતું. વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન હાથ ધરવામાં આવનારી કામગીરીને મંજુરી આપવામાં આવશે. સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્ર દરમિયાન વિધેયકો અને સરકારી કામકાજને મંજુરી આપવામાં આવશે.


ભાજપના MLAsને 3 લાઈનની વ્હીપ જાહેર


ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં શિસ્ત ને લઈને ત્રણ લાઈનની વ્હીપ જાહેર કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆરપાટીલ અને તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે જેમાં ત્રણ દિવસના વિધાનસભાના સત્ર માટેની રણનીતિને આખરી કરવામાં આવશે. આવતીકાલે શરૂ થતા ચોમાસા સત્રના પ્રથમ દિવસે ઓબીસી અનામત માટે રચાયેલી ઝવેર કમિશનનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે