Gujarat Policeએ બતાવી માનવતા! વીડિયો શેર કરતા લખ્યું ગુજરાત પોલીસ માટે ફરજ અને કર્મશીલતા સાથે માનવતા પરમ ધર્મ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-03 16:39:25

પોલીસની છબી આપણા માનસ પર એવી ખરાબ થઈ ગઈ છે કે જ્યારે પણ આપણે આ શબ્દ સાંભળીએ ત્યારે નકારાત્મક વિચાર આવે. પોલીસ તોડ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવે કે પછી પોલીસની દાદાગીરી કરતી છબી આપણી સામે આવતી હોય છે. ત્યારે આજે પોલીસના બીજા એક ચહેરાની વાત કરવી છે જે બહુ ભાગ્યે જોવા મળતો હોય છે, પરંતુ પોલીસનો સારો ચહેરો પણ હોય છે તેવી ઘટના સામે આવી છે. ગુજરાત પોલીસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં પોલીસની માનવતા બતાવવામાં આવી છે. સુરતની અડજણ પોલીસ એક વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ લઈ ગયા અને તેમની રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી.    

પોલીસની આવી છબી બહુ ઓછી જોવા મળે છે!

ગુજરાતની પોલીસની વાત ઘણી વખત થાય છે પરંતુ નેગેટિવ રીતે થાય છે. પોલીસની છાપ એટલી બધી ખરાબ થઈ ગઈ છે જ્યારે પણ પોલીસ શબ્દ આપણા કાનમાં પડે ત્યારે ભ્રષ્ટાચાર કરતા પોલીસકર્મી, લોકોને કામ વગર હેરાન કરતા પોલીસકર્મીઓના ચહેરા સામે આવી જાય! આજે વાત પોલીસની કરવી છે પરંતુ સારા સંદર્ભમાં. અનેક વખત પોલીસના ખરાબ કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે પરંતુ અનેક વખત સારા કામની વાતો પણ બિરદાવવી જોઈએ.પોલીસ વિભાગમાં પણ અનેક એવા કર્મચારીઓ છે જેને જોઈ લાગે કે પોલીસ પર વિશ્વાસ હજી પણ કરી શકાય છે. 


ગુજરાત પોલીસ દ્વારા વીડિયો કરવામાં આવ્યો શેર જેમાં લખ્યું હતું...

ગુજરાત પોલીસ દ્વારા પોલીસની કામગીરીને લઈ અનેક ટ્વિટ કરવામાં આવતી હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી સારી કામગીરીને દર્શાવવામાં આવતી હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા માનવતાના કાર્યો બતાવવામાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં એક ટ્વિટ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. રસ્તા પર રહેતા વૃદ્ધ મહિલાની વ્હારે પોલીસ આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરતા ગુજરાત પોલીસે લખ્યું કે  


ગુજરાત પોલીસ માટે ફરજ અને કર્મશીલતા સાથે માનવતા પરમ ધર્મ ! સુરતના અડાજણમાં ફૂટપાથ પર રહેતા અશક્ત વૃદ્ધ મહિલા બીમાર હોવાની માહિતી મળતા અડાજણ પોલીસ દ્વારા સ્થળ પર જઈને, આ વૃદ્ધ માજીની ન માત્ર સારવાર કરાવવામાં આવી પણ એક વૃદ્ધાશ્રમમાં તેમની રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી. 


હર્ષ સંઘવીએ વીડિયો શેર કરતા લખ્યું કે... 

આ ટ્વિટને હર્ષ સંઘવીએ રિ-શેર કરી છે અને લખ્યું છે ગુજરાત પોલીસની પ્રતિબદ્ધતા, નિષ્ઠા અને કરુણા ભાવ થકી અનેક લોકોને સુરક્ષા, સલામતી અને સેવા મળી રહી છે. મહત્વનું છે પોલીસનો આવો ચહેરો પણ છે પરંતુ બહુ ઓછી વખત દેખાતો હોય છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે