Gujarat : વિધાનસભા પરિસરમાં Congressના ધારાસભ્યોનો વિરોધ, અદાણીને સરકારે રૂ. ૮૨૦૦ કરોડ વધારે ફાળવવા મુદ્દે કર્યો હોબાળો!


  • Published By :
  • Published Date : 2024-02-06 14:08:40

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક પ્રશ્નોત્તરી કરવામાં આવે છે જેનો જવાબ સરકાર દ્વારા આપવામાં આવે છે. વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો છે. અદાણી મુદ્દે કોંગ્રેસ પહેલેથી આક્રામક દેખાઈ રહી છે. સંસદમાં પણ જ્યારે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું ત્યારે અદાણી મુદ્દે કોંગ્રેસના સાંસદો હોબાળો કરતા હતા અને અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત થઈ જતી હતી. ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે અદાણી મુદ્દે વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. 

વિપક્ષે વિધાનસભામાં કર્યો હોબાળો!

ઉર્જાને લઈ અદાણી સાથે કરાર કરવામાં આવ્યા છે. કેટલા ચાર્જ વસુલવામાં આવશે તે અંગેની જાણકારી આપવામાં આવી પરંતુ ચાર્જ કરતા વધારે ચાર્જ લેવામાં આવે છે તેવો આરોપ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા લગાવવામાં આવ્યો. સત્રમાં ધારાસભ્ય તુષાર ચૌધરીએ સવાલ પૂછ્યો હતો જેનો જવાબ ઉર્જા મંત્રીએ આપ્યો હતો. કરાર બાદ સરકારે અદાણી પાસેથી વધુ ચાર્જ ચુકવી વીજળી ખરીદી હોવાનો ઉર્જા મંત્રીએ ગૃહમાં સ્વીકાર કર્યો હતો.  ધારાસભ્ય તુષાર ચૌધરીના સવાલના જવાબમાં ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે અદાણી સાથે સરકારે 2.89 અને 2.35 પ્રતિ યુનિટ વીજળી ખરીદવા કરાર કર્યા હતા. સરકારે 2022માં 5.38થી 8.85ના દરે વીજળી ખરીદી હતી. સરકારે 2023માં 3.24થી 9.03ના દરે વીજળી ખરીદી હતી. કરારના બદલે સરકારે અદાણીને 8 હજાર કરોડ વધુ ચૂકવ્યાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે