ગુજરાત જાહેર સેવા આયોગના ઉમેદવારોને ઝટકો, આ પરીક્ષાઓ રખાઈ મોકૂફ, જાણો શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-03-07 15:12:08

ગુજરાત જાહેર સેવા આયોગની ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 તથા ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2ની ની પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે માઠાં સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગે તેની પૂર્વ નિર્ધારીત ઉપરોક્ત બંને પરીક્ષાઓ મોકુફ રાખી છે. તે જ પ્રકારે ગુજરાત નગરપાલિકા મુખ્ય સેવા અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષા પણ સ્થગિત કરવામાં આવી છે. 



શા માટે પરીક્ષા મોકૂફ રખાઈ?


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. 09 એપ્રિલ 2023ના રોજ જુનિયર ક્લાર્ક (વહીવટ-હિસાબ)ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કારણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત તા. 02,09,16 એપ્રિલ 2023ના રોજ યોજાનાર (જા. ક્ર. 20/ 2022-23) ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય સેવા અધિકારી સેવા, વર્ગ-2ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.


આયોગ નવી તારીખ જાહેર કરશે


ગુજરાત જાહેર સેવા આયોગની પૂર્વનિર્ધારીત પરીક્ષાઓ મોકૂફ થતાં હવે આયોગ હવે નવી તારીખ તેની વેબસાઈટ પર જાહેર કરશે. એક વખત તારીખ નક્કી થયા બાદ તે નવી તારીખ વેબસાઈટ પર મુકવામાં આવશે. આ અંગે આયોગે તમામ ઉમેદવારોને આયોગની સત્તાવાર વેબસાઈટ જોતા રહેવાની વિનંતી કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે