Gujarat Rain - આજે આ વિસ્તારોમાં વરસી શકે છે અતિભારે વરસાદ! હવામાન વિભાગે કરી Red, Orange, Yellow એલર્ટની જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-07-25 13:33:45

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજ માટે કરેલી આગાહી અનુસાર પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



26 તારીખ માટે કરવામાં આવેલી આગાહી! 

તે સિવાય જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, મહીસાગર, દાહોદ, આણંદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, બોટાદ સહિતના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 26 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાયના અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


આ તારીખો દરમિયાન અહીંયા પડશે વરસાદ!

27 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સુરત, નવસારી,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે સિવાય અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 28 તારીખ માટે કરેલી આગાહી અનુસાર અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



અનેક વિસ્તારોમાં નથી વરસ્યો વરસાદ!

મહત્વનું છે કે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય વરસાદ વરસ્યો છે જેને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી આવ્યા છે અનેક વિસ્તારોમાં. સુરત, કચ્છ, વડોદરા,ભરૂચ જેવા વિસ્તારોથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે એકદમ ભયંકર છે. જ્યાં વરસાદ છે ત્યાં અત્યંત ભયંકર વરસાદ છે અને જ્યાં વરસાદ નથી ત્યાં વરસાદની પ્રતીક્ષા લોકો કરી રહ્યા છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે