Gujarat Rain : ભારે વરસાદે ગુજરાતને ઘમરોળ્યું! આ વિસ્તારો માટે આગામી કલાકો ભારે.. ક્યાંક રેડ અલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ


  • Published By :
  • Published Date : 2024-07-19 12:26:25

ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.. અનેક વિસ્તારો એવા છે જ્યાં અતિભયંકર વરસાદ વરસી રહ્યો છે તો અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ નથી વરસી રહ્યો... ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની બેટિંગ યથાવત જોવા મળી હતી. 102 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ પોરબંદરમાં વરસ્યો છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 14 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તે સિવાય દ્વારકાના કલ્યાણપુરમાં સાડા દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.


અહીંયા ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના

તે સિવયાની વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત જૂનાગઢના કેશોદ તેમજ વંથલીમાં સાત સાત ઈંચ વરસાદ થયો છે. તે સિવાય સૂત્રાપાડા તેમજ માણાવદરમાં સાડા પાંચ ઈંચ વરસાદ થયો છે. આગામી થોડા કલાકો ગુજરાતના અનેક વિસ્તારો માટે ભારે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.



આ વિસ્તારો માટે આપવામાં આવ્યું ઓરેન્જ તેમજ યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, કચ્છ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.. તે સિવાય મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય બનાસકાંઠા. પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા. આણંદ, વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ભરૂચ અને ડાંગ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે