ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક ગોઝારો અકસ્માત, જીપમાં સવાર 19 મુસાફરો પૈકી 9 લોકોના મોત, 10 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-10-15 18:05:20

નવલી નવરાત્રીના પહેલા જ દિવસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક એક ભયાનક અકસ્માતમાં 9 લોકોના મોત થતા અરેરાટી ફેલાઈ છે. જીપની બ્રેક ફેઈલ થતાં ધડાકાભેર આગળ જઈ રહેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હોવાનું જાણવા મળ્યું છે. જીપમાં 19 લોકો સવાર હતા, જેમાં 9 લોકોના મોત અને અન્ય ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગંભીર ઘાયલોને બીછીવાડાની સરકારી હોસ્પિટલ તથા શામળાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મૃતકો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની


શામળાજીના અણસોલ ચેકપોસ્ટ નજીક રાજસ્થાન હદના રતનપુર ચેક પોસ્ટ પાસે બપોરે 3  વાગ્યા આસપાસ આ  ઘટના ઘટી હતી. કલુઝર જીપની બ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાતા જીપ આગળ જતી ટ્રક સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત નિપજયા હોવાની પ્રાથમિક માહિતી છે. અન્ય ઇજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની શામળાજી હોસ્પિટલમાં લવાયા  છે. જીપમાં 19 જેટલા મુસાફર સવાર હતા, જેમાં  9 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. મૃતકો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની હતા અને ગુજરાતમાં મજુરી કામ માટે આવી રહ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિકો આવી પહોંચ્યા હતા અને જીપમા સવાર લોકોને બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનામાં જીપની ટ્રક સાથે એટલી જોરદાર ટક્કર થઇ હતી કે જીપ પલટી ગઈ હતી અને તેમાં સવાર 9 લોકો ફંગોળાઈને દૂર દૂર પડયા હતા, જેમાં 9 લોકોને જીવ ગુમાવવો પડ્યો. આ ઘટના રાજસ્થાન રાજ્યની હદમાં બની છે, માટે રાજસ્થાન પોલીસ આ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે