ભ્રષ્ટાચાર,અન્યાય અને અત્યાચારનો વિકાસ કરી ગૌરવ લેવા નીકળેલા કૌરવોની યાત્રાને ગુજરાતે નકારી - કોંગ્રેસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 15:27:07

ગુજરાતમાં ભાજપ ગૌરવ યાત્રા કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી ફૂલ ફલેજમાં આવી પ્રચાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસ ગ્રાઉન્ડ પર જઈ પ્રચાર નથી કરી રહી, પરંતુ ટ્વિટર પણ એક્ટિવ થઈ ભાજપનો વિરોધ કરી રહી છે. ગૌરવ યાત્રા પર કોંગ્રેસ અનેક પ્રહાર કરી રહ્યું છે. મતદારોને રિઝવવા તેમજ ડબલ એન્જિનની સરકાર દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચવા આ યાત્રા કાઢવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે.

  

ખાલી ખુરશીના બહાને કોંગ્રેસે કર્યો ગૌરવ યાત્રા પર પ્રહાર   

દિનપ્રતિદિન ભાજપ દ્વારા કાઢવામાં આવેલી ગૌરવ યાત્રા ચર્ચાનો વિષય બની રહી છે. કોંગ્રેસના અનેક નેતાઓએ આ યાત્રા પર કટાક્ષ કર્યા હતા. જીગ્નેશ મેવાણી હોય કે ગેનીબેન ઠાકર હોય કોંગ્રેસના તમામ નેતાઓ ગૌરવ યાત્રા પર પ્રહાર કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસે પોતાના ટ્વિટર અકાઉન્ટથી એક ટ્વિટ કરી છે જેમાં ગૌરવ યાત્રા દરમિયાન ખાલી પડેલી ખુર્શી બતાવવામાં આવી છે. અને લખવામાં આવ્યું છે ભ્રષ્ટાચાર, અન્યાય અને અત્યાચારનો વિકાસ કરી ગૌરવ લેવા નિકળી કૌરવ યાત્રાને ગુજરાતે નકારી, હવે ગુજરાત પરિવર્તન મક્કમ. 

ચૂંટણી પ્રચારમાં મહાભારતના પાત્રોનો થઈ રહ્યો છે ઉપયોગ 

મહત્વનું છે હજી સુધી મહાભારતના પાત્રોનો ઉલ્લેખ આમ આદમી પાર્ટી અને ભાજપ કરતી હતી. પરંતુ આ રેસમાં કોંગ્રેસ પણ સામેલ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ કંસની ઓલાદો કહીં ભાજપ પર નિશાન સાધ્તા હતા ત્યારે કોંગ્રેસે ભાજપની તુલના કૌરવની સાથે કરી દીધી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિવસેને દિવસે મહાભારતના પાત્રોનો ઉપયોગ એક બીજા પર પ્રહાર કરવા માટે થઈ રહ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ આની પર શું પ્રતિક્રિયા આપે છે.  પોતાના પ્રચારમાં મહાભારતના પાત્રોનો ઉલ્લેખ કરવો કેટલા અંશે યોગ્ય છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે