Gujaratના હવામાનમાં આવશે ગરમાવો! આગામી દિવસોમાં વધી શકે છે ગરમી, જાણો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત Paresh Goswamiએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-19 16:25:01

ગુજરાતના હવામાનમાં ગરમાવો આવી રહ્યો છે... આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવું લાગે છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે જેને કારણે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. રાજ્યના અનેક જગ્યાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. ત્યારે ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેશે અને ચાર દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે....


ચાર દિવસ બાદ વધશે તાપમાનનો પારો!

એક તરફ રાજકારણની ગરમી છે તો બીજી તરફ ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.... તાપમાનનો પારો અનેક જગ્યાઓ પર 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને આગામી દિવસો દરમિયાન આ પારો વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે... હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસો  તાપમાન યથાવત રહેશે અને તે બાદ 2થી3 ડિગ્રીનો વધારો થશે..


કયા નોંધાઈ શકે છે 44 ડિગ્રીની આસપાસ તાપમાન?

ગરમીને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે જે મુજબ અનેક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે.... પરેશ ગોસ્વામીની વાત કરીએ તો 25 એપ્રિલ સુધી હિટવેવ રહેશે.. તેમની આગાહી અનુસાર જે જગ્યાનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે તે વિસ્તારો છે - રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, ગાંધીનગર, કપડવંજ, હિંમતનગર અને ઈડર એવા વિસ્તારો છે.. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જેને કારણે ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ હવે ગરમી વધારે વધી રહી છે.... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે