કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત! અનેક શહેરોનું તાપમાન પહોંચ્યું 43 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-23 14:20:20

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. દિવસ દરમિયાન તો ગરમીનો માર સહન કરવો પડે છે પરંતુ રાત્રીના સમયે પણ ગરમી અનુભવાય છે... રાત્રે પણ ગરમ પવન વહે છે.. અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે... ત્રાહિમામ પોકારી ગયા છે.. આજે પણ અમદાવાદ સહિત અનેક ભાગોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને વટાવી શકે છે.. ગઈકાલે અમદાવાદનું તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું હતું જ્યારે સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટનું નોંધાયું હતું. 46 ડિગ્રીને પાર ત્યાંનું તાપમાન પહોંચ્યું હતું...


દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ

ગરમી ગુજરાત સહિત દેશભરમાં કહેર વર્તાવી રહી છે.. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવું લાગે છે.. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે ઉનાળો આકરો રહેશે તેવી આગાહી કરાઈ હતી અને તે આગાહી સાચી પૂરવાર થઈ રહી છે.. આગામી દિવસો દરમિયાન પણ ગરમીનો પ્રકોપ સહન કરવો પડી શકે છે.. તાપમાનનો પારો 46 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે.. 



આ જગ્યાઓ માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગાહી અનુસાર આગામી દિવસો દરમિયાન પણ ગરમીનો પ્રકોપ સહન કરવા તૈયાર રહેવું પડશે.. હીટવેવની આગાહી કરવામાં આવી છે.. આગામી દિવસો દરમિયાન કચ્છ, બનાસકાંઠા. પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, જૂનાગઢ, રાજકોટ,  ભાવનગર સહિતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

બુધવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 44.3, ગાંધીનગરનું તાપમાન 45.7 ડિગ્રી નોંધાયું હતું.. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 44.1, વડોદરાનું તાપમાન 43.4 ડિગ્રી, સુરતનું તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટનું નોંધાયું છે.. ત્યાં તાપમાનનો પારો 46.1 પર પહોંચી ગયો છે.. અમરેલીનું તાપમાન 44.9 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 45.8 ડિગ્રી નોંધાયું હતું.. 


ડિહાઈડ્રેશન ના થાય તેનું રાખવું જોઈએ ધ્યાન 

મહત્વનું છે કે ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે.. અચાનક ચક્કર ખાઈને ઢળી પડે અને મોતને અનેક લોકો ભેટી રહ્યા છે... કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ ઉપરાંત બને તેટલું વધારે પાણી પીવું જોઈએ.. બોડીમાં ડિ  હાઈડ્રેશન ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.. જો ચક્કર અથવા તો વિકનેસ લાગે તો ડોકટરનો સંપર્ક કરવો જોઈએ...    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે